Abtak Media Google News

રાજકોટમાં નાના મવા રોડ પર આવેલી એસ્ટ્રોન સોસાયટી પાસેની વિવિધ સરકારી કર્મચારી કો. ઓ. સોસાયટીમાંના 1202.60 ચોરસ મીટર કોમન પ્લોટ પર બે શખ્સો દ્વારા કબ્જો જમાવી લેવામાં આવ્યો હતો.જે મામલે પ્રમુખ દ્વારા લેન્ડગ્રેબિગની અરજી કરવામાં આવતી હતી.જે આધારે માલવિયા પોલીસ દ્વારા બંને શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

Advertisement

બંને શખ્સોએ રૂ.28 લાખની કિંમતના 1202.60 ચોરસ મીટર પ્લોટ પર કબજો કરતા પ્રમુખે કરેલી અરજી આધારે માલવિયાનગર પોલીસમાં નોંધાતો ગુનો

વિગતો મુજબ રાજકોટના નાના મવા રોડ ઉપર વિવિધ સરકારી કર્મચારી કો. ઓ. સોસાયટીમાં રહેતા અને ઝેરોક્ષ મશીન રીપેરીંગનું કામ કરતા જેઠાલાલ કિશનચંદ કિંગર ઉ.68 નામના વૃદ્ધે માલવિયાનગર પોલીસ મથકમાં પોતાની લેન્ડ ગ્રેબિગની ફરિયાદમાં આરોપીઓમાં તેજાભાઈ અરજણભાઈ ગોહેલ અને સ્વ. નટુભાઈ પરમારના પૂત્ર દીપકભાઈ નટુભાઈ પરમાર ના નામો આપ્યા છે.જેમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે સોસાયટીમાં હાલ પ્રમુખ તરીકે ફરજ બજાવે છે અગાઉના પ્રમુખ યોગેશભાઈ રાવલએ રાજકોટ જીલ્લા કલેકટર કચેરીની લેન્ડ ગેબિગ કમિટીમાં અરજી કરી હતી. જેમાં અમારી સોસાયટીના 120 સભ્યોની ગણતરી કરી પ્રતિ ચોરસ મીટ2 જમીન 1000 ગણી 12000 ચોરસ મીટર જમીન સોસાયટીનો લે આઉટ પ્લાન મંજુર કર્યો હતો.

એ સોસાયટીમાં 1202.60 ચોરસ મીટર જમીનનો પ્લોટ જે સોસાયટીનો કોમન પ્લોટ હોય તેમાં ગેરકાયદે પ્રવેશ કરી બંનેએ કબજો કરી લીધો હોય તેમને અવારનવાર પ્લોટ ખાલી કરવા રજૂઆત કરી હોવા છતાં આજદિન સુધી 28 લાખની કિમતનો પ્લોટ પરત નહિ સોપતા કલેકટરના હુકમથી ફરિયાદ નોંધાવતા પીએસઆઈ બી બી રાણાએ ગુનો નોંધી તપાસ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.