Abtak Media Google News
  • સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ
  • કમિટીની રચના બાદ તપાસ કરી યોગ્ય કાર્યવાહી થશે 

અરવલ્લી ન્યુઝ : ગુજરાતમાં ફરી એકવાર નકલીનું ભૂત ધણધણ્યું છે. આ વખતે અરવલ્લી જિલ્લા માંથી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે. ખુદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મોડાસા ખાતે દરોડા પાડીને બંગલામાં ચાલતી આ નકલી કચેરી ઝડપી પાડી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં પંચાયત સિંચાઇ વિભાગની નકલી કચેરી ધમધમતી હોવાનો આરોપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે. મોડાસાના તિરૂપતિ રાજ બંગ્લોઝમાં આ કચેરી ધમધમતી હતી. જ્યાંથી તપાસમાં ખોટા બિલ અને સિક્કા મળ્યા છે. નકલી કચેરીને લઇને વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનો દાવો ધવલસિંહે કર્યો છે. ધારાસભ્યની રજૂઆત બાદ ડેપ્યુટી DDOએ તપાસ હાથ ધરી છે . વધુ એક તિજોરી દસ્તાવેજો સાથે મળી આવી હતી . તપાસમાં 1 PI, 1 PSI પણ જોડાયા હતા . આ કચેરી પરથી સિક્કા, મેઝરમેન્ટ બૂક પણ મળી આવ્યા છે.Screenshot 11

આ મામલે વર્તમાન અને પૂર્વ સિંચાઈ અધિકારીના નિવેદન સામે આવ્યા છે. સિંચાઈ અધિકારી એન.એલ.પરમારે કહ્યુ કે નિવૃત્ત સિંચાઈ અધિકારીની મુલાકાત માટે આવ્યો હતો. અનુભવી અધિકારીને મળી તળાવ અંગેના જવાબ માટે આવ્યો હતો’ તો બીજી તરફ નિવૃત્ત અધિકારી પી.એમ.ડામોરનું પણ નિવેદન સામે આવ્યુ છે..તેમણે કહ્યું કે હું શારીરિક બીમાર હોઈ મારું માર્ગદર્શન લેવા અધિકારી આવ્યા હતા. મારા સમયના સિક્કા અંદર હતા, અહીં કોઇ ખોટું થતું નથી. હું નોકરી પર હતો તે સમયથી મારો સમાન અહીં છે.Screenshot 12

બંગલોમાંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ-અલગ તાલુકાના એન્જિનિયરોના 50-60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે. ઘટનાને લઈને મોડાસા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી. આ કચેરી સિંચાઇ વિભાગના નિવૃત અધિકારી દ્વારાજ ચલાવવામાં આવતી હોવાની આશંકા સેવાઇ રહી છે.

હાલ તો સમગ્ર મામલે નાયબ ડીડીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ વિવિધ રેકોર્ડ, તાલુકા સિંચાઇ વિભાગના સિક્કા સહિત કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જેની કમિટીની રચના બાદ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.

ઋતુલ પ્રજાપતિ

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.