Abtak Media Google News

કોઈ એક નહીં તમામ ટેલિકોમ કંપનીઓના ઉપભોકતાઓને મોકલ્યા સ્પામ મેસેજ, ટવીટર પર કરાયો ખુલાસો

નવુ વર્ષ તો આવ્યું સાથે જ અડવિત્રા મેસેજ પણ લાગ્યું, હવે આ મેસેજ કોઈ જોકસ નહીં પરંતુ લોકોને ગેરમાર્ગે દોરનારા છે. જેને ટેલિકોમ કંપનીઓને ટાર્ગેટ બનાવી છે. મેસેજમાં લખ્યું હતું કે, તમારા મોબાઈલ નેટવર્ક પરની વોઈસ સર્વિસ ૭ જાન્યુઆરીથી બંધ થવાની છે માટે તમે તમારા નેટવર્કને પોર્ટેબ્લિટી કરાવી નાખો આ પ્રકારનો મેસેજ તમામ ટેલિકોમ ઉપભોકતાઓને મોકલવામાં આવ્યા હતા. જેના વિશે લોકો ટવીટ કરતા નજરે પડયા હતા. રસપ્રદ વાત તો એ છે કે મેસેજમાં ગ્રાહકોને અન્ય નેટવર્કમાં જોડાવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ યુપીસી કોડ જનરેટ કરવાનું કહેવાયું હતું.

આ પ્રકારના એસએમએસ આવતા લોકો ટવીટર પર ફરિયાદ કરતા થયા હતા માટે જીયો, વોડાફોન અને આઈડિયાએ લોકોના ટવીટ ઉપર જવાબો આપવાના શ‚ કર્યા અને લોકોને કહેવામાં આવ્યું કે આ પ્રકારના એસએમએસ તદન ખોટા છે. માટે ઉપભોકતાઓએઆવા મેસેજ ઈગ્નોર કરવા તો એરટેલના પ્રતિનિધિએ પણ ગેજેટસ ૩૬૦ ઉપર સ્પષ્ટતા કરી હતી કે મેસેજ સ્પામ છે. આ ઉપરાંત ટાટા ડોકોમો અને બીએસએનએલના ઉપભોકતાઓના ફોનમાં પણ આ પ્રકારના ફેક મેસેજ કરતા થયા હતા. તો મોબાઈલ આધાર સાથે પણ લીંક કરવાની આખરી ડેડલાઈન અંગે લોકોને ખોટી માહિતી પહોંચાડવામાં આવી હતી. લોકો ૬ ફેબ્રુઆરી સુધીમાં આધારને મોબાઈલ સાથે જોડી શકે છે. જેના માટે લોકોએ રિટેલ સ્ટોર્સમાં જઈને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અથવા આઈવીઆર સીમ વેરિફિકેશન થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.