Abtak Media Google News

તાજેતરમાં કેરળ ખાતે ભયંકર પુર હોનારત થઈ કપરા સમયને પહોંચી વળવા સહાયની અપીલ કરાઈ હતી ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં ડિરેકટરગણ, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, કર્મચારીગણે ભેગા મળીને એકત્રીત કરેલ રૂ.૩,૩૫,૫૧૭/-ની સહાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણને સુપ્રત કર્યો હતો. ચેક સુપ્રત સમયે બેન્ક પરીવારમાંથી નલીનભાઈ વસા, જીવણભાઈ પટેલ, જયોતીન્દ્રભાઈ મહેતા, ટપુભાઈ લીંબાસીયા, ડાયાભાઈ ડેલાવાળા, ડિરેકટરો સર્વ અર્જુનભાઈ શિંગાળા, હરીભાઈ ડોડીયા, ગીરીશભાઈ દેવળીયા, શૈલેષભાઈ ઠાકર, જીમ્મીભાઈ દક્ષિણી, હંસરાજભાઈ ગજેરા, સુનિલભાઈ રાઠોડ, દિપકભાઈ મકવાણા, સુરેશભાઈ નાહટા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઈ પારેખ, પ્રદિપભાઈ જૈન, કિર્તીદાબેન જાદવ, મંગેશજી જોશી, વિનોદ શર્મા, હરકિશનભાઈ ભટ્ટ, નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.