Abtak Media Google News

રાજકોટનું રત્ન મૌલેશ પટેલ પ્રતિષ્ઠા અને  પ્રસિધ્ધિનો સંગમ છે : પ.પૂ.અપૂર્વમુનિ

રાજકોટ અભિવાદન સમિતિ દ્વારા  કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાની હાજરીમાં બિરદાવાયા

વ્યવસાયિક ક્ષેત્રે ઉંચી ઉડાન ભરનાર બાન લેબના એમ.ડી.મૌલેશભાઈનું કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અને બી.એ.પી.એસના પ.પૂ.અપૂર્વમુનિ સહિતના  શહેરના ટોચના આગેવાનોની હાજરીમાં ભવ્ય અને લાગણીભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મોટાભાગના વક્તાઓએ મૌલેશભાઇ ઉકાણીની સાદગી અને સેવાયાત્રાને બિરદાવી હતી સાોસા તેમને હજુ વધુ સફળતા મળે તેવી શુભેચ્છા પણ આપી હતી.

Advertisement

રાજકોટ અભિવાદન સમિતિ દ્વારા યોજાયેલા આ ગરિમાપૂર્ણ સમારોહમાં બાન લેબના સપક ડો. ડાયાભાઇ પટેલ તેમજ સમગ્ર ઉકાણી પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.પોતાના સન્માની લાગણીશીલ બની ગયેલા મૌલેશભાઇ ઉકાણીએ સૌનો આભાર માન્યો  હતો.

કાર્યક્રમના પ્રારંભમાં જીનિયસ સ્કૂલના ડી.વી.મહેતાએ મૌલેશભાઈનો પરિચય આપ્યો હતો અને કહ્યું હતું કે, તેમનામાંી સાદગી, દ્રઢતા, શ્રધ્ધા અને સ્તિપ્રજ્ઞતા જેવા ગુણો શીખવા જેવા છે. પોતાના સ્વાગત પ્રવચનમાં અભિવાદન સમિતિના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ મૌલેશભાઇ સોના તેમના ગાઢ સબંધો વિષે વાતો કરી હતી.

બી.એ.પી.એસના પ.પૂ.અપૂર્વમુનિ સ્વામીએ કહ્યું હતું કે, મૌલેશભાઈની કાયા વામન છે પરંતુ તેમના વિચારો વિરાટ છે.કોઈનું સન્માન તું હોય ત્યારે આટલી વિશાળ  સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એ જ મોટું સન્માન હોય છે. તેમણે કહૂયું હતું કે, મૌલેશભાઈએ ઘણા જરૂરતમંદ લોકોને જીવાડ્યા છે.તેમણે  મૌલેશભાઈના જીવનમાં હંમેશા પૂનમ જ ખીલેલી રહે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ પોતાના પ્રવચનમાં મૌલેશભાઈને વ્યવસાયમાં ઉંચી ઉડાન ભરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે  કહ્યું હતું કે, આયુર્વેદ અને યોગ આજના સમયમાં સૌ માટે સંજીવની છે અને આયુર્વેદના વિકાસ દ્વારા મૌલેશભાઇ અને તેમના પરિવારે મોટી સેવા કરી છે.

આ પ્રસંગે વજુભાઇ વાળાના હસ્તે બાન લેબના સપક ડો. ડાયાભાઇ પટેલ ઉપરાંત નટુભાઈ ઉકાણી, જય મૌલેશભાઇ ઉકાણી, લવ નટુભાઈ ઉકાણી વગેરેનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું અને વ્યવસાયના વિકાસમાં પરિવારજનોએ આપેલા પ્રદાનને યાદ કરાયું હતું.

પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં મૌલેશભાઇએ કહ્યું હતું કે, ૧૯૯૫માં સેસા તેલ લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારી અત્યાર સુધીના સમય ગાળામાં આ બ્રાન્ડે ઘણી સિદ્ધિ મેળવી છે.કાર્યક્રમના અંતે આભારવિધિ અભિવાદન સમિતિના મુકેશભાઈ દોશીએ કરી હતી જયારે સંચાલન સંજય કામદારે કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલેશભાઇ ઉકાણી સરગમ ક્લબના મંત્રી હોવા ઉપરાંત પાટીદાર સમાજી લઈને દરેક જ્ઞાતિ સમાજ સો અતૂટ ઘરોબો ધરાવે છે.

રાજકોટ નાગરિક અભિવાદન સમિતિમાં સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ક્લબ યુ.વી.ના એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુ, રાજકોટ ચેમ્બરના પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા, સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઈ મહેતા, શાપર-વેરાવળ ઇન્ડ્રસ્ટ્રીઅલ એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલારા , ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, રાજકોટ બિલ્ડર એસોના પ્રમુખ સ્મિતભાઈ પટેલ, શેઠ બિલ્ડર્સના મુકેશભાઈ શેઠ, મેટોડા જીઆઇડીસી એસોના પ્રમુખ બિપીનભાઈ હદવાણી , જીનિયસ સ્કૂલના ડી.વી.મહેતા, જૈન સમાજના અગ્રણી ચંદ્રકાન્તભાઈ શેઠ, સમર્પણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, આર,કે,યુનિના ચેરમેન ખોડીદાસભાઈ પટેલ, એન્જલ પમ્પના કિરીટભાઈ આદ્રોજા, પુજારા ટેલિકોમના યોગેશભાઈ પુજારા, મારવાડી યુનિવર્સીટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરના પ્રમુખ નલીનભાઇ ઝવેરી, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, સિલ્વર એન્ડ ગોલ્ડ એસો.ના ભાયાભાઇ સાહોલિયાં અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી.કે.વડોદરિયા વગેરેનો સમાવેશ તો હતો.

આ કાર્યક્રમમાં રાજકોટના પ્રતિષ્ઠિત નાગરિકો વેજાભાઇ રાવલિયા , નંદલાલભાઈ માંડવિયા મ, કિશોરભાઈ ભાલાળા, ભાવેશભાઈ પટેલ, જગદીશભાઈ કોટડીયા, રમણભાઈ વરમોરા, નાાભાઈ કાલરીયા, પરસોત્તમભાઈ કમાણી, હરેશભાઇ લાખાણી , જયસુખભાઇ ઘોડાસરા, નટુભાઈ ઉકાણી, બાબુભાઇ ઘોડાસરા, જીતુભાઇ બેનાણી , પ્રભુદાસભાઇ પારેખ, વી.પી.વૈષ્ણવ, નરેન્દ્રભાઈ દવે, યુસુફભાઇ માંકડા, હરેશભાઇ પરસાણા, પી.ડી.અગ્રવાલ, મગનભાઈ ધીંગાણી, અરવિંદભાઈ, વલ્લભભાઈ ભલાણી , ભાવેશભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, રામભાઈ મોકરિયા, જમનભાઈ ભલાણી , ડો.કીર્તિભાઇ પટેલ, બાવનજીભાઇ મેતલીયા, શિવલાલભાઈ આદ્રોજા, જવાહર મોરી, દિલીપભાઈ લાડાણી , જીમ્મીભાઈ અડવાણી, રાજભા ગોહિલ, મનહરભાઈ મજીઠીયા, એસ.એમ.પટેલ, વસંતભાઈ ભાલોડિયા , જીવનભાઈ વડાલીયા, પ્રવીણભાઈ માકડીયા, રાજનભાઈ વડાલીયા , પ્રતાપભાઈ પટેલ, શંભુભાઈ પરસાણા, રમેશભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, કાશ્મીરાબેન નવાણી , લતાબેન તન્ના, નીલુબેન મહેતા, માલાબેન કુંડલીયા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર સહીત મોટી સંખ્યામાં ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.