Abtak Media Google News

આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી: સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સામાન્ય વરસાદની વકી

રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16-17-18ના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 16 તારીખે વલસાડ અને દમણ,દાદરા નગરમાં હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત પ્રદેશના સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને માં દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ તાપી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરુવારે રાજ્યના 43 તાલુકામાં 1 મીમીથી લઇ બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 3 ઈંચ જયારે નર્મદા અને દ્વારકાના ખમ્ભાળિયામાં 2 ઈંચ વરસાદ વરશ્યો હતો.

રાજ્યમાં આખો ઓગષ્ટ મહિનો કોરોધાકોર રહ્યો અને વરસાદનો ક્યાંય છાંટોય જોવા મળ્યો હતો. ત્યારે ફરી સપ્ટેમ્બરમાં મેઘરાજા જાણે વેકેશન ગાળી ફરી જમાવટ કરવા આવી ગયા છે. જેમા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં હેત વરસાવી રહ્યા છે.

દ્વારકાના ખંભાળિયા સહિત વિસ્તારોમાં કાચા સોના સમાન સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો સંચાર થયો છે અને પાકને જીવતદાન મળ્યુ છે. આ તરફ વડોદરામાં પણ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો. તો સુરત, માંગરોળ અને ઓલપાડ જેવા વિસ્તારોમાં પણ વરસાદથી રાહત થઈ છે.

હવામાન વિભાગ દ્વારા  વરસાદને લઈને મોટી આગાહી કરાઈ છે. ગુજરાત માં 16થી 18 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી રાઈ છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદના વાદળો બંધાયા છે. આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સામાન્ય વરસાદની આગાહી છે. આમ, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. પહેલા દિવસે આણંદ અને પાટણ સિવાય તમામ જગ્યા પર વરસાદ રહેશે.

બીજા દિવસે પાટણ અને બનાસકાંઠા સિવાય તમામ સ્થળે વરસાદ રહેશે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે સુરતમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, અરવલ્લી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો ગાંધીનગર, જામનગર, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ અમદાવાદ, અરવલ્લી, કચ્છ, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ પાટણ, પંચમહાલ, પોરબંદરમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.

અમરેલી-રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે 7:48 કલાકે અમરેલીથી 42 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ રાતે 12:48 કલાકે રાપરથી 16 કિમી દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે વહેલી સવારે કચ્છના ભચાઉથી 25 કિમી દૂર 1.9ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.