Abtak Media Google News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાના અઘ્યક્ષ સ્થાને યોજાયું સંમેલનમાં ૧૦ થી વધુ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા

જસદણના જુનો માર્કેટ યાર્ડ ખાતે કોંગ્રેસ સમીતી દ્વારા ખેડુત મહાસંમેલન યોજાયું હતું. જેમાં સૌરાષ્ટ-ગુજરાતભરના કોંગ્રેસના ચુંટાયેલા આગેવાનો અને હોદેદારોની બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત વચ્ચે ભાજપના ૩૯ જેટલા આગેવાનો હોદેદારો ભાજપમાં જોડાયા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રમુખ અમીતભાઇ ચાવડાના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ આ સંમેલનમાં કોંગ્રેસના ૧૦ ધારાસભ્યો સહીત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહીત સૌરાષ્ટ્રભરના આગેવાનો ખાસ હાજર રહી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરી અને આગામી પેટા ચુંટણીના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયાને કાંચીડો કહી ભાજપની સરકારને ખેડુત વિરોધી સરકાર બતાવી.

પ્રજાજનોને મત ન આપવા અપીલ કરી હતી. આગેવાનોએ જણાવ્યું કે ભાજપએ ગુજરાતની ઘોર ખોદી નાખી છે. આ વખતે તમે બાળવીયાને હટાવજો જ ખેડુત સંમેલનનો સમય બપોરે બે વાગ્યાનો હતો. શરુઆતમાં લોકોની સંખ્યા પાંખી હતી પણ ત્રણ વાગ્યા સુધીમાં યાર્ડનો રોડ ભરાયેલો થઇ ગયો હતો.

20181104 150419 અને લોકોએ પાળી પર બેસવું પડયું હતું. ભાજણ માંથી કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયેલા ગજેન્દ્ર રાજાણી, મનુ રાજપરા, સંજય વિરોજા, નાથા વાસાણી સહીતના ૩૯ આગેવાનોએ પોતાના હોદા છોડી કોંગ્રેસમાં જોડાય ભાજપને હાથીને ચાવવાના અને દેખાડવાના દાંત જુદા કહ્યા હતા.

સંમેલન તો ખાસ કરીને ખેડુત લક્ષી હતું પણ શહેરના સામાજીક કાર્યકર રાજુ પરમાર દરેક અત્રે પધારનારા કોંગ્રેસના આગેવાનોને લેખીત આપ્યું કે જસદણ નગરપાલિકા અંગે બાવળીયા અને બોધરા મૌન હોવાથી ચીફ ઓફીસર ચૌહાણ અને સભ્યો ભેગા મળી અનેક પ્રકારના કૌભાંડો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાથી જસદણની પ્રજાના પરસેવા રુપી કમાણીના લાખો ‚પિયા બરબાદ કરી ઘર ભેગા કરી રહ્યા છે. આ અંગે તમે ભાષણ આપો પણ કોંગ્રેસના આગેવાનોએ એકપણ હરફ ઉચ્ચર્યો નહોતો. આ સંમેલનથી કુંવરજીભાઇ બાવળીયાની લોકપ્રિયતામાં ચોકકસ ઘટાડો થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.