Abtak Media Google News
  • હજારોની સંખ્યામાં ખેડૂતો પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડરથી થયા રવાના
  • ટ્રાફિક જામ ઉપરાંત પરિસ્થિતિ બગડવાની શકયતા

ખેડૂત આંદોલનનો આજે મહત્વનો દિવસ છે. સરકાર સાથે બેઠકો નિષ્ફળ નીવડ્યા બાદ ખેડૂતોની દિલ્હી કૂચ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ બોર્ડર ક્રોસ ન કરવા દેવા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા  ગોઠવવામાં આવી છે. હજારોની સંખ્યામાં ખેડૂતો પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડરથી થયા રવાના થયા છે. જેને પગલે આજે ટ્રાફિક જામ ઉપરાંત પરિસ્થિતિ બગડવાની શકયતા સેવાઈ રહી છે.

પંજાબના ખેડૂતોએ આજે સવારે 11 વાગે દિલ્હી તરફ કૂચ શરૂ કરી છે. ખેડૂતોનો મુખ્ય કાફલો પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડરથી રવાના થયો છે. આ સિવાય ખેડૂતો ખનૌરી બોર્ડરથી પણ હરિયાણામાં પ્રવેશ કરી અહીંથી તેઓ ટ્રેક્ટર-ટ્રોલીમાં દિલ્હી જઈ રહ્યા છે.

આ પહેલા મંગળવારે મોડી રાત્રે પંજાબથી શંભુ બોર્ડર તરફ ભારે મશીનરી લઈને જઈ રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે નાકાબંધીને લઈને ઘર્ષણ થયું હતું. જેમાં શંભુ પોલીસ સ્ટેશનના એસએચઓ ઈન્સ્પેક્ટર અમનપાલ સિંહ વિર્ક અને મોહાલીના એસપી જગવિંદર સિંહ ચીમા ઘાયલ થયા હતા. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તે જ સમયે, ખેડૂતોને રોકવા માટે હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ઘગ્ગર નદી પરના પુલને સિમેન્ટના ગર્ડર અને કાંટાળા વાયરથી બેરિકેડ કરી દીધા છે. તેને તોડવા માટે ખેડૂતો જેસીબી, હાઇડ્રોલિક ક્રેન અને બુલેટ પ્રૂફ પોકલેન મશીન પણ સાથે લાવ્યા છે. ખેડૂત આગેવાનોની વ્યૂહરચના મુજબ સવારે 6 વાગ્યાથી ટ્રેક્ટર લાઇનમાં પાર્ક કરી દેવામાં આવ્યા હતા. લગભગ 1200 ટ્રેક્ટર શંભુ બોર્ડર પર અને 800 ટ્રેક્ટર ખનૌરી બોર્ડર પર પાર્ક કરાયા હતા.

આંદોલનનો આજે 9મો દિવસ છે. આઠ દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં અલગ-અલગ કારણોસર અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. માર્યા ગયેલાઓમાં 2 ખેડૂતો અને 2 પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો સમાવેશ થાય છે.

બીજી તરફ મોટા અવાજથી કાનને નુકસાન ન થાય તે માટે શંભુ બોર્ડર ખાતે ખેડૂતોને ઈયર પ્લગ આપવામાં આવ્યા હતા.વાસ્તવમાં, હરિયાણા પોલીસ ખેડૂતોને રોકવા માટે મોટા અવાજવાળા ઉપકરણનો ઉપયોગ કરી રહી છે.ખેડૂતોના નેતાએ બુધવારે સવારે યુવાઓને આંદોલન દરમિયાન હિંસા ન કરવાની શપથ લેવડાવી હતી. શંભુ બોર્ડર પર ખેડૂતો પોલીસના ટીયર ગેસના શેલથી પોતાને બચાવવા માસ્ક પહેર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.