Abtak Media Google News

લાઠી તાલુકા દામનગર ના કાચરડી ના ખેડૂતે પાક નિષફળ જતા ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરતા અરેરાટી નાના એવા કાચરડી ખાતે બાર વિધા જમીન ધરાવતા કમલેશભાઈ બાવચંદભાઈ વસાણી એ પાક નિષફળ જતા હતાશ થઈ આત્માહત્યા કરી લેતા ગનગીની વ્યાપી ગઈ હતી.

Img 20181130 Wa0004દામનગર ના મેમદા ની ધાર પાસે સવાર ના નવ કલાકે પસાર થતી માલગાડી નીચે ઝપલાવી દેતા કમલેશભાઈ વસાણી ની ડેડ બોડી દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે લવાતા ખૂબ મોટી સંખ્યા માં ખેડૂત અગ્રણી ની હાજરી જોવા મળી હતી લાઠી તાલુકા ના વિવિધ ખેડૂત અગ્રણી શોકાતુર જોવા મળેલ.

દામનગર ના મેમદા ધાર પાસે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે કમલેશભાઈ વસાણી એ માલગાડી નીચે શરીર પડતું મકી દેતા કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું મરણ જનાર નું સાસરું દામનગર હોવા થી ખૂબ મોટી સંખ્યા માં પરિચિતો દામનગર સી એસ સી ખાતે ઉમટી પડ્યા હતા.
Img20181130121436દુષ્કાળ જેવી સ્થિતિ માં વધુ એક ખેડૂતે હતાશ થઈ આત્મહત્યા કરતા ખેડૂત વર્ગ માં નારાજગી જન્મી હતી દામનગર સિવિલ ખાતે ખેડૂત અગ્રણી ઓ માં ભારે રોષ જોવો મળ્યો હતો લાઠી તાલુકા ના કાચરડી ના ખેડૂતે પાક નિષફળ જતા ટ્રેન નીચે ઝપલાવી આત્મહત્યા કરતા તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા અને દામનગર દામનગર માર્કેટ યાર્ડ ના ચેરમેન ભગવાનભાઈ નારોલા રામજીભાઈ ઇસામલિયા સહિત અનેકો ખેડૂતો એ સરકાર ને અપીલ કરતા નિવેદન માં અમરેલી જિલ્લા ની દુષ્કાળ ગ્રસ્ત સ્થિતિ અંગે ખેડૂત પ્રત્યે સહાય રૂપ બનવા માંગ કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.