Abtak Media Google News

ખેડુતો સાથે થઈ રહેલા અન્યાયને કારણે ઘડી કંપની વિવાદીત બની જાય છે.

સરકાર છે ઉધ્યોગપતિઓની તે આજે ખેડુતો સાથે થઈ રહેલા અન્યાય પરથી સાબિત થયુ.વાત છે કુરંગા સ્થિત આવેલ આર એસ પી એલ ઘડી ડિટર્જન્ટ કમ્પનીની જેનો ખેડુતો સાથેનો સંઘર્ષ દિન પ્રતિદિન ચરમસીમાએ પહોચ્યો છે.એક તરફ તંત્ર દ્વારા ખેડુતોની ફરિયાદ ધ્યાને નથી લેવાતી તો બીજી તરફ તંત્ર જાણે આ ઉધ્યોગપતિઓના ખોળે બેસેલ હોઇ એ રીતે ખેડુતોને અન્યાય કરી રહી છે.

આર એસ પી એલ ઘડી કમ્પનીનૂ સૂત્ર છે પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે પરંતુ હાલ આ સૂત્ર ખેડુતો સાથે અન્યાય બાદ ફરી ગયુ છે ખેડુતો હાલ કહી રહ્યા છે કે ના ઈસ્તેમાલ કરે ના વિશ્વાસ કરે,ઇસ ઘડી કા બહિષ્કાર કરે..કારણ છે કે ખેડુતો સાથે થઈ રહેલા સતત અન્યાય ના કારણે ઘડી કમ્પની ગુજરાતના ઇતિહાસની સહુથી વિવાદિત કમ્પની બનતી જાય છે.

શરૂઆતમા કુરંગા સ્થિત પોતાના સોડાએશ તેમજ પાવર પ્લાન્ટના નિર્માણ માટે ઘડી કમ્પનીએ નજીવા ભાવે જમીન ખ઼રીદ કરવાનુ શરૂ કર્યુ હતુ માત્ર એક દોઢ લાખથી શરૂ થયેલી એક વિઘા જમીનની કીમત આજે ચાલીસ લાખ સુધી પહોંચવા આવી છે હજારો વિઘા જમીન ખેડુતો પાસેથી નજીવા ભાવે લઈ કમ્પનીને ઊઁચા ભાવે આપી કમ્પનીના અમુક લોકોએ ખેડુતોને ચૂનો લગાવ્યો હતો ત્યારે કેટલાય ખેડુતોને કમ્પનીના અધિકારીઓ દ્વારા મૌખિક એવુ કહી જમીન વેચાતી લેવામાં આવી કે છેલ્લા ભાવ તમને ભરી દેશુ પણ ધીમેધીમે ભાવ તો આસમાને પહોચ્યા પણ આજે પણ એ ખેડુતોને હવે કમ્પની કોઇ જવાબ આપતી નથી કે એમના સંતાનોને નોકરી પર રાખ્યા નથી.

આશરે ૫૦૦૦ વિઘા જેટલી જમીનમા આજે પણ કમ્પની દ્વારા દિવાલ કરી દેવામાં આવેલ છે જેની હદમા ૩૦૦ વિઘા જેટલી અંદાજે જમીન ખેડુતોની આવેલ છે જે જમીનમા ખેડુતોને પારાવાર મુશ્કેલીઓ ઘડી કમ્પની આપી રહી છે ત્રણ ત્રણ વર્ષથી ખેતી કરવી ખેડુતોને ભારે પડી રહી છે ગરીબ ખેડુતો પાસેથી કબ્જો છીનવવા રીતસર બધા દાવ પેચ લગાવી રહી છે.રાજમાર્ગ અને આંતરિક રસ્તા ખેડુતોના અબાધીત હક્કૌ છે જેનુ પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યુ છે આ બાબતે તંત્રને અનેક રજૂઆતને પગલે કોઇ ધ્યાન દેતૂ નથી ખેડુતોને મળે છે તો માત્ર તારીખ પે તારીખ…

ત્યારે હાલમા કમ્પનીના માલિક દ્વારા કમ્પનીની મુલાકાત લેવા આવેલ હોઇ ૧૫૦ જેટલા ખેડુતો પોતાની વાત રજૂ કરવા કમ્પનીમા જતા તેમના વાહનોને રોકી દેવાતા ખેડુતો ચાલીને મળવા પહોચ્યા હતાં જેમા માત્ર બે ખેડુતોને માલિકથી મળવા દેવામાં આવ્યા હતાં અને ત્યાર બાદ જૂના કમ્પનીના કેસમા એક ખેડૂતની ધરપકડ થતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો સ્થાનિક પોલિસનો કાફલો આવી પહોંચતા વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ.

અને ત્યાર બાદ મોડી રાત્રે ખેડૂતને જામીન પર છુટકારો થયો હતો.ત્યારે ખેડુતો મામલે હવે આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે ત્યારે એક તરફ સરકારની છબી આવી કમ્પનીઓની જોહુક્મી સામે ખરડાય રહી છે તો બીજી તરફ સરકાર જાણે ઉધ્યોગપતિઓની હોઇ એવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે.ત્યારે ખેડુતો પણ હવે છેલ્લી ઘડી સુધી ઘડી કમ્પની સામે લડી લેવાના મૂડમા જણાઇ રહ્યા છે હવે મામલો કોર્ટ અને કાયદા સાથે આંદોલનના માર્ગે જવા પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.