Abtak Media Google News

ટાઇલ્સ મોકલવાનું કહી પેમેન્ટ એડવાન્સ લઇ કરી ઠગાઇ: મુંબઇના બે શખ્સો સામે નોંધાતો ગુનો

ભાવનગરના ગાંધી સ્મૃતિ વિસ્તારના વેપારી પાસેથી ટાઇલ્સનો ઓર્ડર મેળવી અગાઉથી પેમેન્ટ બેન્કમાં ટ્રાન્સફર કરાવી લીધા બાદ મુંબઇના બે શખ્સોએ ટાઇલ્સ ન મોકલી ‚રૂ.૫૦ હજારની ઠગાઇ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર રહેતા અને ગાંધી સ્મૃતિ વિસ્તારમાં ટાઇલ્સનો વેપાર કરતા મોહતુજા યુસુફઅલી અસગરઅલી લોખંડવાલાએ મુંબઇના અજય મકરાણી અને સુધિર વિઠ્ઠલભાઇ નામના શખ્સો સામે ‚રૂ.૫૦ હજારની ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.

મોહતુજા યુસુફઅલીના વોટસએપ ગૃપમાં અજય મકરાણી અને સુધિર વિઠ્ઠલે પોતે ટાઇલ્સના કારખાનેદાર હોવાની ઓળખ આપી પરિચય કેળવ્યા બાદ ટાઇલ્સ ઓર્ડર મેળવી પોતાના બેન્ક ખાતામાં આરટીજીએસથી રૂ.૫૦ હજાર ટ્રાન્સફર મગાવ્યા બાદ ટાઇલ્સ ન મોકલી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.