Abtak Media Google News

સુરેન્દ્રનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી બાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાતા લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર ઉપરાંત હળવદ અને ધ્રાગંધામાં પણ વરસાદ વરસી રહ્યો છે.સુરેન્દ્રનગર શહેરમાં આજે પવનના સૂસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું. જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીમાંથી રાહત થઈ હતી.

આ વરસાદના પગલે સુરેન્દ્રનગરના કેટલાંક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેથી સ્થાનિક લોકોને ભારે હલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગરમાં ખાબકેલા વરસાદના પગલે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતાસુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય વરસાદથી ખેડૂતો તથા લોકોમાં ચિંતાગુજરાતમાં મેઘરાજો જામ્યો  છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય વરસાદથી રહિશો તથા ખેડૂતો માં ચિંતા જોવા મળી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ચોટીલા અને ચુડા પંથકમાં નોંધાવવા પામ્યો છે ચુડાસમા તાલુકા મા 11 મીમી અને ચોટીલામાં 14 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.જ્યારે અન્ય તાલુકામાં સામાન્યથી વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે સામાન્ય વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે તેમજ વરસાદ નહીં હોવાના કારણે રહિશો પણ ગરમીથી તોબા પોકારી ઊઠ્યા છે આમ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ આવે તેની રાહ ખેડૂતો તથા રહેશો જોઈ રહ્યા છે. ઝાલાવાડમાં મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે પરંતુ વરસાદ નહીં આવતા ભારે ચિંતાની લાગણી છવાઈ જવા પામી છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.