Abtak Media Google News

એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા કાર્યક્રમને નાટય સ્વરૂપે પ્રસ્તુત કર્યું

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભવ્ય વિરાંજલી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે અનેક દિગ્ગજ કલાકારો અને ખાસ મુખ્ય કલાકાર તરીકે સાયરામ દવે દ્વારા વિવિધ દેશની આઝાદી માટે શહિદી વ્હોરનાર શહીદો ના પાત્રની નાટ્ય સ્વરૂપે જિલ્લાવાસીઓ સમક્ષ પ્રસ્તુત કર્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ નું ગ્રાઉન્ડ પણ આ કાર્યક્રમ દરમ્યાન નાનું પડ્યું છે ત્યારે અંદાજિત 15થી 17 હજાર લોકો દ્વારા આ કાર્યક્રમને નિહાળવામાં આવ્યો છે.

1654145627424

શહીદોને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે સુરેન્દ્રનગર શહેરના એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ભવ્ય વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે રાજકીય અગ્રણીઓ મહાનુભાવો ને વેપારી વર્ગ અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતા સમક્ષ નાટ્ય સ્વરૂપે શહીદોને યાદ કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા જે દેશભક્તિ અને આઝાદીની ચળવળમાં કરેલા સત્યાગ્રહો અને તેમના દ્વારા ઘડવામાં આવેલી રણનીતિઓ આઝાદી માટે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને દેશને ગમે તે હાલમાં આઝાદ કરાવવા દેશ માટે મરી મીટવાની ભાવના સાથે આઝાદીની લડતમાં જોડાયા અને શહીદી વહોરનાર શહીદો ની યાદ માટે સુરેન્દ્રનગરમાં ભવ્ય વિરાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર શહેર ની એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમને નિહાળ્યો છે 3મ સાઉન્ડ સિસ્ટમ તેમજ મોટા સ્ક્રિનિંગ ઉપર એક સાથે હજારો લોકોએ લાઈવ કાર્યક્રમ એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ થી નિહાળવામાં આવ્યો છે કલાકારોની કલાકૃતિ થી આઝાદીના લડવૈયા માટે લોકોના દિલમાં ખરા અર્થમાં સ્થાન મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

શહીદ ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુ મહારાણી લક્ષ્મીબાઈ સહિતના દેશ માટે અને દેશની આઝાદી માટે ના લડવૈયા અને ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી સહિતના દેશની આઝાદીમાં યોગદાન આપનારા ઘડવૈયા ને યાદ કરવામાં આવ્યા છે વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં દેશભક્તિનો પ્રચાર અને પ્રસાર ફેલાવવાનો શરૂ કરવામાં આવ્યું છે દરેકના દિલમાં દેશ પ્રત્યેની ભાવના અને દેશ માટે કંઇક કરી બતાવવાની ભાવના ખીલે તે માટે સુરેન્દ્રનગર ખાતે વિરાંજલી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.  આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર ભાઈ મુંજપરા કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા ધારાસભ્યો રાજકીય અગ્રણીઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશભાઈ તથા જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષકઓ તથા સરકારી કર્મચારીઓ તથા જિલ્લાની જનતાએ સુરેન્દ્રનગર શહેરના એમ પી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી આ કાર્યક્રમને લાઈવ નિહાળ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.