વુમન્સ કેર કલબ દ્વારા યોજાયો ફેશન શો, કુલ 70 જેટલા સ્પર્ધકોએ લીધો ભાગ

અબતક, રાજકોટ

વુમન્સ કેર કલબ દ્વારા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જસદણ, જુનાગઢ, મોરબી, અમરેલી અને ભાયાવદરથી કુલ 70 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ઓપન ગુજરાત ફેશન શો ના આયોજક ફાલ્ગુની ગોકાણી તથા આરતી ટીલાવત, જાગૃતિબેન ખીમાણી, મુખ્ય મહેમાન તરીકે એપેકસ ઇન્ડસ્ટ્રીઝના માલીક રવિભાઇ વાગડીયા, ભાર્ગવભાઇ વાગડીયા, અલ્પેશભાઇ સાકરીયા, ડો. મૈત્રેય તથા ડો. નુપુર ભાલોડીયા, ડો. મહેશ તથા ડો. એકતા જોટંગીયા, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, વોર્ડ નં. 18 ભાજપના પ્રમારી જીગ્નેશ જોશી, શહેર ભાજપ મીડીયા ક્ધવીનર રાજન ઠકકર, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશનભાઇ ટીલવા મહામંત્રી હેમાંગભાઇ પીપળીયા અને કુલદીપસિંહ જાડેજા સહીત ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું સંચાલન ભાર્ગવ મહેતાએ કરેલ. નિર્ણાયક તરીકે જયદીપ ટીમાણીયા, નીર્ઝરી કકકડ, ધનંજય પવાર, ગૌરવ ભડયાત્રા, સાહિલ, પલ્લવી ગોહેલ, નેહા હિન્ડોચા, દિવ્યા હિરાણી, રિયા અદતાની એ સેવા આપેલ. આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેલ. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, વોર્ડ નં. 18 ભાજપના પ્રભારી જીગ્નેશ જોશી, શહેર ભાજપ મીડીયા કન્વીનર રાજન ઠકકરનું આયોજકો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું. આ તકે ફેઇસ ઓફ ગુજરાત સીઝન ર ના સ્પર્ધકો તેમજ બાળકોની ઉપસ્થિત અગ્રણીઓએ પ્રોત્સાહન આપી બિરાદાવ્યા હતા.