Abtak Media Google News

રઘુવંશી પરિવારના મહિલા અગ્રણીઓ અબતકને આંગણે

રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા આગામી ૨૨મી જાન્યુઆરી મંગળવારના રોજ યોજાયેલ વીર દાદા જશરાજના શૌર્યદિન નિમિતે યોજના નાત-જમણના અનુસંધાને બહેનો માટે અંતાક્ષરીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં પૂર્વ મહાજન પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, લોહાણા મહાજનના મંત્રી રીટાબેન જોબનપુત્રા, રંજનબેન પોપટ, પૂર્વ ડે.મેયર જશુમતીબેન વસાણીની પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી તેમ ‘અબતક’ની મુલાકાત દરમિયાન અગ્રણીઓએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમના આયોજક રઘુવંશી પરીવારની મહિલા સમિતિ દ્વારા અંતાક્ષરીમાં ભાગ લેનારમાં પ્રથમ ઈનામ લોપાબેન ખગ્રામનું ગ્રુપ, દ્વિતીય ઈનામ રશ્મીબેન પજવણીનું ગ્રુપ, તૃતીય ઈનામ લોપાબેન કોટકનું ગ્રુપ, ચોથું ઈનામ ઈલાબેન જોબનપુત્રા એન્ડ ઈલાબેન ચોલેરાનું ગ્રુપ પાંચમું ઈનામ જયશ્રીબેન વિઠલાણીના ગ્રુપે મેળવેલ. આ કાર્યક્રમમાં દ્વારા સુંદર સંગીત કુમારભાઈ હિંડોચાએ પીરસેલ.

રઘુવંશી પરિવાર મહિલા સમિતિ મનીષભાઈ ભગદેવ, રત્નાબેન સેજપાલ, ત‚લતાબેન ચંદારાણા, શીતલબેન બુદ્ધદેવ, પ્રિતીબેન પાઉં, કિરણબેન કેશરીયા, શીતલબેન નથવાણી, રીમાબેન મણિયાર, હિરલબેન તન્ના, ડોલીબેન નથવાણી, તૃપ્તિબેન નથવાણી, જાગૃતિબેન ખીમાણી, કિર્તીબેન દાવડા, ઈલાબેન પંચમતિયા, સુનીતાબેન ભાયાણી, કિરણબેન વિઠલાણી તથા તમામ બહેનોના પ્રયાસથી આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરેલ. તેમજ કાર્યક્રમમાં પધારેલ અન્ય બહેનોને પણ પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્યું. રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા આવતીકાલે ૪:૦૦ વાગ્યે ફેશન શો (વેસ્ટર્ન એન્ડ ટ્રેડીશનલ)માં રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.