Abtak Media Google News

ભારતીય ક્રિકેટર સ્ટાર જસપ્રીત બુમરાહ 14,15 માર્ચે ગોવામાં સ્પોટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરશે. બુમરાહે થોડા દિવસો પહેલા વ્યક્તિગત કારણોને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. જે બાદ સમાચારો વહેતા થયા હતા કે, તે લગ્ન બાદ જ સામે આવશે. જસપ્રીત બુમરાહ અને સંજના બન્નેએ સાર્વજનિક રૂપે પોતાના અંગત જીવન વીશે વાત કરી નથી. તેથી કેટલાક લોકો આને અફવાહ પણ માની રહ્યા છે,પરંતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે, તે જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝની ચોથી ટેસ્ટ દરમિયાન બુમરાહે પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. જસપ્રિત બુમરાહે અંગત કારણોસર બીસીસીઆઈ પાસેથી રજાની માંગ કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ થોડા દિવસો બાદ ખબર પડી કે જસપ્રિત બુમરાહ લગ્ન કરવા જઇ રહ્યો છે. ત્યાર બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટી-20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરવામાં આવી. ત્યારે જાણવા મળ્યું કે તેમાં પણ જસપ્રિત બુમરાહનું નામ શામેલ નથી.

સંજના ગણેશન કોણ છે?

28 વર્ષીય સંજના ગણેશન એક ક્રિકેટ એન્કર છે. પાછલા થોડા સમયથી તે ઘણી ટૂર્નામેન્ટોમાં જોવા મળી હતી. તે આઈપીએલમાં સક્રિય રહેવાની સાથે સ્ટાર સ્પોર્ટ્સની સાથે પણ જોડાયેલી હતી. સંજના આઈસીસી વર્ડ કપ 2019થી લઈને ઈન્ડિયન પ્રીમિયમ લીગ સુધી હોસ્ટ કરી શકી છે. સાથે સંજના કોલકતા નાઈટ સાઈડર્સની એન્કર પણ રહી છે. સંજનાએ વર્ષ 2013માં ફેમિના ગોર્જિયસનો ખિતાબ જીત્યો હતો.

જસપ્રીત બુમરાહે પાછલા થોડા વર્ષમાં પોતાની શાનદાર બોલિંગ પ્રદર્શનથી પોતાના નામ બનાવ્યું છે. ડાબા હાથના તેજ બોલર વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. પાંચ વર્ષ નીચેની લાઈનમાં રહેવા છતા વિશ્વ ક્રિકેટના ટોપ બોલરોમાંથી એક છે અને આઈસીસી ટેસ્ટ રેકિંગમાં ટોપ 10માં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.