Abtak Media Google News

ગોંડલ: શહેરના જેલ ચોક ખાતે પાઉંભાજી ની લારીએ ગાળો બોલી રહે ત્રણ શખ્સો ને મહિલાએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ જઈ મહિલાના માથામાં લાકડાનો ધોકો મારી દેતા ગંભીર હાલતમાં ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Dae0227B 642F 4Fb3 89Ff 0483Ebe264F8

ગોંડલ જેલ ચોક ખાતે ગીરીશભાઈ સરવૈયાના ચાલી રહેલ કન્ટ્રકશન કામનું રખોપું કરતા મૂળ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના નરેન્દ્રભાઈ ભાવાભાઈ ચંદ્રપાલ અને તેમની સાથે રહેતા મીનાબેન કનુભાઈ સાડમિયા (ઉ.વ. 32) રાત્રિના કન્સ્ટ્રક્શન સાઇટની પાસે હતા ત્યારે શ્રીનાથજી પાઉંભાજીની લારીએ મનસુખ અનુદયાગીરી ગોસ્વામી, અનિલ ઉર્ફે ભૂરો મુન્નો ગોલતર રહે વોરાકોટડા તેમજ દિનેશ ઉર્ફે દલો કુંભાભાઈ ગોલતર ઘસી આવ્યા હતા. બેફામ ગાળો બોલતા હોય ગાળો બોલવાની મેંનાબેને ના પાડતા ઉશ્કેરાઈ લાકડાનો ધોકો માથામાં મારી દેતાં ગંભીર ઇજા સાથે ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મેનાબેનની સાથે નરેન્દ્ર ભાઈને પણ માર માર્યો હતો.બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 326 323 504 114 તથા જી પી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.