Abtak Media Google News

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસના તમામ વેરિઅન્ટ અથવા સ્ટ્રેનનું નામકરણ કરી દીધુ છે. કોરોના વાયરસના સ્ટ્રેન અથવા વેરિઅન્ટના કોઇ દેશ વિશેષ સાથે જોડવાને લઇને વિવાદ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નામકરણની આ કવાયત કરી છે. જેની હેઠળ ભારતમાં સૌથી પહેલા કોરોનાના વેરિઅન્ટ B.1.617ને ડેલ્ટા વેરિઅન્ટ ગણાશે. આ વેરિઅન્ટ અત્યાર સુધી 53 દેશમાં જોવા મળી ચુક્યો છે અને સાત અન્ય દેશમાં પણ તેની અનઓફિશિયલ ઓળખ થઇ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ સોમવારે તેની જાહેરાત કરી હતી. ભારતે 12 મેએ આ વાતને લઇને આપત્તિ વ્યક્ત કરી હતી, જ્યારે કોરોનાના B.1.617 સ્ટ્રેન અથવા વેરિઅન્ટને કોઇ પણ દેશના નામથી ના ઓળખવો જોઇએ. આજના સમયમાં B.1.617 Variant 53 દેશમાં જોવા મળ્યો છે અને સાત અન્ય દેશમાં તેની અનઓફિશિયલ રીતે ઓળખ થઇ ચુકી છે, જેને કોરોનાના ઘણા સંક્રામક સ્વરૂપ માનવામાં આવી રહ્યુ છે, જેની સંક્રામક ક્ષમતાને લઇને વિશ્વભરમાં શોધ થઇ રહી છે.

WHOની કોવિડ-19 ટેકનિકલ લીડ ડૉ. મારિયા વાન કેરખોવેએ જોકે કહ્યુ છે કે આ નવા નામકરણથી કોરોના વાયરસના વર્તમાન સ્ટ્રેનોનું વૈજ્ઞાનિક નામ નહી બદલાય, કારણ કે આ વૈજ્ઞાનિક તથ્યો અને શોધ પર આધારિત નામ હોય છે પરંતુ કોઇ પણ સ્ટ્રેન અથવા વેરિઅન્ટને લઇને કોઇ પયણ દેશની છબી બગાડવાનો પ્રયાસ ના કરવો જોઇએ.

કોરોના વાયરસ (SARS-CoV-2 )નું વૈજ્ઞાનિક નામ અને શોધ પહેલાની જેમ ચાલુ રહેશે. WHOની એક ટીમે કોઇ દેશ વિશેષના આધાર પર કોઇ વેરિઅન્ટને લઇને વિવાદથી બચવા માટે ગ્રીક અલ્ફાબેટ એટલે કે અલ્ફાબીટ ગામા (Alpha, Beta, Gamma) અને અન્યના આધાર પર કોરોના વાયરસના વેરિઅન્ટનું નામ રાખવાનું સૂચન આપ્યુ હતું.

WHOએ કહ્યુ કે ડેલ્ટા પહેલા ભારતમાં જોવા મળેલા કોરોના વેરિઅન્ટને કપ્પા (Kappa) કહેવામાં આવશે. આ (B.1.617 Variant) ગત વર્ષે ઓક્ટોબરમાં પ્રથમ વખત ભારતમાં જોવા મળ્યો હતો. તેને ઝડપથી ફેલાનાર સંક્રામક વાયરસ કહેવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ વિશ્વના 50થી વધુ દેશમાં ફેલાઇ ચુક્યો છે. આ પહેલા બ્રિટન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકામાં મળેલા કોવિડ-19ના વેરિઅન્ટને ચિંતાનો વિષય બતાવવામાં આવી ચુક્યો છે.

ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસના નવા વેરિયન્ટને ‘ભારતીય વેરિએન્ટ’ કહેવાતા સરકાર નારાજ થઈ હતી. જેને લઈને સોશિયલ મીડિયા કંપનીઓને તેના પ્લેટફોર્મ પરથી ભારતીય વેરિએન્ટના સંદર્ભમાં તમામ કન્ટેન્ટ દૂર કરવા જણાવ્યું છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે (IT)સોશિયલ મીડિયા કંપનીઓને એક પત્ર લખીને એવી તમામ સામગ્રી તાત્કાલિક હટાવવાની માંગ કરી છે, જે ભારત સાથે કોરોના વાયરસના નવા વેરિયન્ટને જોડતો હોય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.