Abtak Media Google News

જય વિરાણી, કેશોદ: હાલ તો કોરોના સંક્રમણના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હાલમાં પણ કોરોના લોકોના જીવ લઈ રહ્યો છે. કેશોદમાંથી એક દુઃખદ કેસ સામે આવ્યો છે. જેમાં એક જ પરિવારના બે સભ્યોને કારમુખો કોરોના ભરખી ગયો.

કેશોદ શહેરમાં રહેતાં બ્રાહ્મણ પરિવારમાં કોરોનાનાં કારણે પિતાનાં અને પુત્રનું મૃત્યુ થયું હતું. પિતાના મૃત્યુના ફક્ત 30 દિવસ બાદ જ પુત્રનું મોત પણ કોરોનાના કારણે થયું હતું. પિતા અને પુત્રના મોતથી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના રાવલ પરિવાર પર આભ તુટી પડ્યું છે. કેશોદમાં રહેતાં એસટી નાં નિવૃત્ત અધિકારી અને ઔદીચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજનાં ટ્રસ્ટી આગેવાન રસીક ભાણજીભાઈ રાવલનું 22 મેનાં રોજ કોરોનામાં અવસાન થયું. પિતાના મૃત્યુના એક દિવસ બાદ પુત્ર જીગર રાવલ કોરોના સંક્રમિત થયો. જીગર કોરોના સામે હોસ્પિટલમાં જંગ લડી રહ્યો હતો. પિતાના મૃત્યના એક મહિના બાદ 24 જૂનનાં રોજ અવસાન થયું.

રસીકભાઈ રાવલને સંતાનો માં ત્રણ પુત્રીઓ ઈલાબેન,માલાબેન અને સોનલબેન બાદ નાનો પુત્ર જીગર રાવલ હતો. જેઓ પિતા પુત્ર નું કોરોના માં મૃત્યુ થતાં, હવે માતા લીલાબેન અને પૌત્ર પ્રિન્સએ નાની ઉંમરમાં દાદા અને પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. કેશોદ બ્રહ્મસમાજનાં બંને પિતા પુત્ર અગ્રણી આગેવાનો હતાં. તેઓની બ્રહ્મ સમાજને કાયમી ધોરણે ખોટ વર્તાશે એવું જુનાગઢ જિલ્લા બ્રહ્મસેના-ગુજરાતનાં કન્વીનર રાજુભાઈ પંડ્યા એ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું.

યુવા જીગર રાવલ કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારમાં યુવાનોમાં જબ્બર લોકચાહના ધરાવતાં હતાં. ત્યારે અચાનક અવસાન થયાનાં સમાચારથી સમગ્ર બ્રહ્મ સમાજ અને મિત્ર વર્તુળમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. જીગર રાવલનો 22 મેના રોજ તેમનો જન્મદિવસ ગયો હતો. કેશોદના દરેક સમાજના જરૂરિયાતમંદ દરેક પરિવારને કોઈ પ્રકારની પ્રસિધ્ધિ વગર મદદરૂપ બનનાર જીગર રાવલની કેશોદ શહેરને કાયમી ખોટ વર્તાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.