Abtak Media Google News

પિતા એટલે પરમેશ્ર્વરના પૂરાણો કરતાં પણ વધુ પ્રેકટીકલ પ્રેરણાદાયી પુસ્તક… આપણી સૌથી મોટી તકલીફ એ છે કે, આપણામાંથી ઘણા પુરાણો વાંચવાની વાતો કરે છે પરંતુ ઘરમાં બેઠેલા તિાને નથી વાંચી શકતા.

આ પિતા નામે પ્રોફાઇલને ક્રેડીટ સાથે બહુ લેવા-દેવા નહીં…. માતાને ઇશ્ર્વર માની લેનાર સમાજ પિતાને પિતા જ સમજે છે. કારણ કે પિતા કોઇ દિવસ પોતાની જાતને ઇશ્ર્વરની કેટેગરી માટે નોમીનેટ કર્યા જ નથી. ‘ખબરદાર….. જો અભ કર્યુ છે, તો… આવવા દે તારા પિતાને બધુ જ કટી દઇશ’ આવા વાકયો દરેક માતાએ પોતાના બાળકને નાનપણમાં કહ્યા જ હશે.. અને ન છુટકે પણ પેલો ઓફીસમાં પરિવાર માટે કમાતો પિતા બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટુ ઘણું લાંબુ ચાલે છે ઘણા કિસ્સાઓમાં તો પિતાની ખરી કિંમત સમજાય છે ત્યાં સુધીમાં પિતા ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયા હોય છે…

બાકી િ5તા તો એવા પરમેશ્ર્વર છે. જેને પામવા વ્રત, ઉપવાસ કે અધરા શ્ર્લોકોનું ગાન કરવા પડતા નથી. આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતા દેવ હજરા હજુર જ હોય છે. ડો. નિમિત ઓઝાએ લખેલ વાતમાં ઘરની બહાર નિકળતા ખાડો આવે અને પડી જવાય તો ઓ ‘માં’  બોલાય જાય છે. પરંતુ અજાણ્યા જ રસ્તો આળંગતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોમાંથી ‘ઓ બાપ રે’ શબદ જ સરી પડે છે જે એ વાતની સાબીતી છે કે, નાની તકલીફોમાં મા યાદ આવે પણ જીવનની અધરી અને મોટી તકલીફોમાં તો પિતા જ યાદ આવે છે.

પિતા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટાભાગે યુવાનીમાં તો કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉમરમાં પિતા ભણાા કરતા ગણાવે છે. વધુ…. કોઇ પિતા પાર્ટ ટાઇમ નોકરી કરતા હશે પરંતુ પિતૃત્વનો ફુલટાઇમ જોબ કરતા હશે કારણ કે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફીસમાં ઓવર ટાઇમ કરતો પિતા આખરે તો દિકરાને દિકરીને આખરે સઘળી સવલતો આપવા જ સજજ રહેતો હોય છે.

આપણી યુવાનીમાં કરેલી કેટલીક ભૂલોથી થાકી જતા પિતા ચીડાઇને પિતૃત્વથી નિવૃત થતા નથી અને પળે પળ આપણને કશું એટલા માટે શિખવાડવું કારણ કે, જીવનમાં જયાં જયાં એણે પીછેહટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ……

બુઘ્ધિનું બજેટ ખોરાયા વિના આપણે બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતાં રહે છે. આ કારણોસર એ મોટાભાગે કડક વલણ અપનાવે અને એટલે જ એ છપ્પનની છાતીમાં રહેલું લીસ્સુ માખણ આપણને ઓળખાતું નથી આ પિતા નવ વાગે ટી.વી. બંધ કરી જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી  પણ ભણતરની કિંમત સમજાવતું એક સુવાકય…..

આ પિતા એટલે રાત્રે જયાં સુધી ઘરે ન આવીએ ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ… કિચુડ અવાજ…. પિતા એટલે માતા કરતાં પણ વધુ વ્હાલની ઉપર પહેરેલું કડકાઇનું મ્હોરું….. પિતા એટલે એકવાર ખાઇ લીધા પછી માતાી સંતાડીને બીજીવાર અપાતી ચોકલેટ….. પિતા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાંય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય.

પિતા એટલે આપણને કદીએ પડી ન જવા દેતો સાયકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ…. આખરે પિતા આમ જુઓ તો કશું જ નહી, અને આમ જુઓ તો બધુ જ હજુ સમય છે જો પિતા નામનુૈ લાગણીનું  સરનામુ જીવંત બનીને ઘરમાં પોતાની મિઠાસ ફેલાવતું હોય તો એને એક વાર કોઇ જ કારણ વગર ભેટજો….. એ પિતા નામના પુસ્તકમાં એવું સરસ મજાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.