Abtak Media Google News

અંતિમ અવસ અને દેહવિલય (૨)

વિ.સં. ૧૯૫૭ના માગસર વદમાં શ્રીમદ્ અમદાવાદી મુંબઈ પધાર્યા. સંગ્રહણીનું દર્દ દિવસે દિવસે જોર પકડતું ગયું અને શ્રીમદ્નું શરીર ક્રમશ: કૃશ તું ગયું. તેમને મુંબઈમાં માટુંગા તા શિવ અને વલસાડ પાસે તિલ વગેરે દરિયાકિનારાનાં સ્ળોએ લઈ જવામાં આવ્યા. મહા વદ, ૬ના દિૃવસે શ્રીમદ્ પાછા વઢવાણ કેમ્પ પધાર્યા. મુમુક્ષુઓ તા સ્વજનોની અનન્ય સેવા છતાં શરીરની પ્રકૃતિ દિન-પ્રતિદિન ક્ષીણ તી જતી હતી. તંદુરસ્ત હાલતમાં જે શરીરનું વજન ૧૩૦-૧૪૦ રતલ રહેતું હતું, એ વજન ૫૭ રતલ જેટલું નીચે ઊતરી ગયું હતું, છતાં પૂર્ણ આત્મજાગૃતિપૂર્વક તેઓશ્રી પ્રસન્ન ચિત્તે આત્મધ્યાનમાં રહેતા. આવી વીતરાગ આત્મદશામાં રહેતા શ્રીમદ્ વઢવાણ કેમ્પમાં ફાગણ સુદ ૬ સુધી સ્થિતિ કરી. ત્યારપછી તેઓ રાજકોટ પધાર્યા અને ત્યાં તેમણે જીવનના અંત પર્યંત સ્થિતિ કરી.

વઢવાણ કેમ્પી શ્રીમદૃ્નું રાજકોટ આગમન થયું, પછી શારીરિક સ્થિતિ ઉત્તરોત્તર બગડતી ગઈ. અહીં ઘણા મુમુક્ષુઓ દર્શન-સેવાનો લાભ લેવા આવતા, પણ શરીર ઘણું અશક્ત ઈ ગયેલું હોવાથી ડૉક્ટરોએ શ્રીમદૃ્ને વિશેષ વાતચીત કરવી ન પડે એની ખાસ તકેદૃારી રાખી હતી. પત્રો લખાવવા પડે તો એક-બે લીટીના જ પત્રો શ્રીમદ્ લખાવતા. અનેક મુમુક્ષુઓ તા સ્વજનો ખડે પગે સેવામાં હાજર ઈ ગયા હતા, છતાં શ્રીમદ્ તો પોતાના આત્મસ્વરૂપમાં લીન રહેતા. પોતાની સ્થિતિ વિષે વિ.સં. ૧૯૫૭ના ફાગણ વદ ૩ના એક પત્રમાં તેઓ લખે છે

“ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત યું. મો ઘણો બોજો રહ્યો હતો તે આત્મવીર્યે કરી જેમ અલ્પ કાળે વેદૃી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદૃયમાન થાક ગ્રહણ કર્યો. જે સ્વરૂપ છે તે અન્યા તું ની એ જ અદૃ્ભુત આશ્ર્ચર્ય છે. અવ્યાબાધ સ્રિતા છે.’

તેમના આવા ઉદૃ્ગારો ઉપરી લાગે છે કે તેઓ પોતાનો જીવનકાળ નજીકમાં પૂરો વાનો છે એમ સમજી જઈ એ માટે પોતે વિશેષ સજ્જ ઈ ગયા હતા. ફાગણ વદૃ ૧૩થી શરીરપ્રકૃતિ વિશેષ બગડતી ચાલી હતી, છતાં કાયાની માયા વિસારી શ્રીમદૃ્ સ્વ‚પમગ્ન રહેતા હતા. શ્રીમદ ચૈત્ર સુદૃ ૯ના દિૃવસે સાધનામાર્ગનું પરમ રહસ્ય અંતિમ સંદેશો કાવ્યરૂપે આપ્યું હતું. તેમાં પણ તેઓશ્રીએ કહ્યું હતું કે આત્માનંદૃમગ્ન એવા યોગીને જીવવાની તૃષ્ણા ની કે મરણ આવી પડે તો ક્ષોભ ની. આમ, પુદૃ્ગલમય શરીર પોતાનો નાશવંત ધર્મ કર્મોદૃયાનુસાર બજાવતું હતું, જ્યારે શ્રીમદૃ્નો આત્મા તો શુદ્ધ સ્વભાવમાં વર્તતો હતો.

કુશળ ડૉક્ટરોના સતત નિર્દૃોષ ઉપચાર, ભક્તિમાન મુમુક્ષુઓની અનન્ય સેવા તા સ્નેહી સ્વજનોની કાળજીભરી માવજત છતાં આયુષ્યના અભાવે સર્વ ઉપાય નિષ્ફળ ગયા અને ઊઠવા-બેસવાની શક્તિ પણ ન રહી. ત્યાં ચૈત્ર વદૃ ૪નો દિૃવસ આવી પહોંચ્યો. દૃહત્યાગના આગલા દિૃવસે સાયંકાળે શ્રી મનસુખભાઈ, શ્રી રેવાશંકરભાઈ, શ્રી નરભેરામભાઈ વગેરે ભાઈઓને શ્રીમદ કહ્યું કે “તમે નિશ્ર્ચિંત રહેજો, આ આત્મા શાશ્ર્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત વાનો છે, તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશો. જે  રત્નમય જ્ઞાનવાણી આ દૃહ દ્વારાએ કહી શકવાની હતી તે કહેવાનો સમય ની. તમે પુરુર્ષા કરશો.’ આવી સ્પષ્ટ ચેતવણી આપી છતાં રાગના કારણે તેઓ સમજી શક્યા નહીં અને ભ્રમમાં રહ્યા કે અશક્તિ વિશેષ જણાતી હોવાથી આ પ્રકારના ઉદૃ્ગારો નીકળ્યા હશે.૧ દૃહવિલય પૂર્વેના છેલ્લા બાર કલાકની ચર્યા તેમના લઘુબંધુ શ્રી મનસુખભાઈએ એક પત્રમાં આ પ્રમાણે લખી છે ઽ “રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદૃી ઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ર્ચિંત રહેજો, ભાઈનું સમાધિમૃત્યુ છે. ઉપાયો કરતાં શરદૃી ઓછી ઈ ગઈ. પોણા આઠ વાગ્યે સવારે દુધ આપ્યું, તે તેઓએ લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા રહ્યાં હતાં. પોણા નવે કહ્યું : “મનસુખ, દૃ:ખન પામતો; માને ઠીક રાખજે, હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.’ સાડા સાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા, તેમાંથી એક કૉચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે માટે ફેરફાર ન કરવો ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કર, એટલે મેં સમાધિસ્ ભાવે સૂઈ શકાય એવી કૉચ ઉપર વ્યવસ કરી, જે ઉપર તે પવિત્ર દૃેહ અને આત્મા સમાધિસ્ ભાવે છૂટા પડ્યા; લેશ માત્ર આત્મા છૂટો વાનાં ચિહ્ન ન જણાયાં. જેમજેમ પ્રાણ ઓછા વા લાગ્યા તેમતેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કૅમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કૉચ ઉપર સમાધિ પાંચ કલાક રહી, લઘુશંકા, દૃીર્ઘશંકા મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તોપણ કશું જણાયું નહોતું. એક કલાકે દુધ પીધા પછી હંમેશા દિૃશાએ જવું પડતું તેને બદૃલે આજે કાંઈ પણ નહિ. જેવી રીતે યંત્રને ચાવી દુઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો.’

આમ, સંવત ૧૯૫૭ના ચૈત્ર વદૃ ૫ના દિૃવસે મંગળવારે બપોરના બે વાગ્યે રાજકોટ મધ્યે શ્રીમદ દૃહત્યાગ કર્યો. શ્રીમદૃ્ના દૃહત્યાગ વખતે શ્રી નવલચંદૃભાઈ ત્યાં હતા. તેમણે શ્રી અંબાલાલભાઈને દૃહત્યાગ સમયની શ્રીમદૃ્ની મુદ્રા વિષે લખ્યું હતું  “કૃપાળુદેવ ધ્યાનારૂઢ યા વખતની શરીરસ્થિતિ કાયોત્સર્ગની પરિપૂર્ણતાદૃશા સૂચવતી હતી, અને તે છેવટ સુધી તેવી ને તેવી રહી હતી. નિદ્રાવશ યેલ માણસ જે શ્ર્વાસ લે તેવા શ્ર્વાસ લેવાતા હતા. પ્રમ નાભિી, અને દૃહ છોડ્યો ત્યારે કંઠી તે મુખ સુધી થોડો વખત ચાલુ રહ્યો હતો. મૂર્તિ ચૈતનવંત શોભાયમાન કેમ જાણે હમણાં ધ્યાની મુક્ત ઈ આપણને વચનામૃતનો લાભ આપશે એમ સૂચના કરતી હતી. એવી અપૂર્વ મુદ્રા સર્વ કોઈને લાગતી હતી. કૃપાળુશ્રીએ ત્રણ યોગ રોકવાથી શરીરદૃશા બીજાની દષ્ટિએ અસાધ જેવી સહેજ જણાય, પણ દૃહમુક્ત તાં સુધી આત્મસ્વભાવમાં પૂર્ણ જાગૃતિ હોય એમ શરીરના અવયવોની સ્થિતિ તા શ્ર્વાસોચ્છ્વાસની ક્રિયાની ગતિ ઇત્યાદિૃી એમ જણાતું હતું. આ વખતનું વર્ણન આત્મામાં ર્યા સમજાય છે. વળી દૃર્શાવવાને શબ્દૃો મૂકવાનું ધ્યાનમાં આવતું ની.

તે વખતની મૂર્તિ અનુપમ ચૈતન્યવાળી શાંત મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી, એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધી હાજર રહેલા, તેને પણ આશ્ર્ચર્ય પમાડતી પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણાતી હતી. આ વખતના અદૃ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાસ થાય છે તે લખી શકતો નથી.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.