Abtak Media Google News
  • પંદર દિવસ પહેલાં જ પેટયુ રળવા આવેલા પરપ્રાંતિય શ્રમજીવીથી ભુલથી ગેસનો ચુલો ચાલુ રહ્યા બાદ બીડી સળગાવતા દુર્ઘટના સર્જાય
  • આગમાં ઘર વખરી સળગીને ખાખ થઇ: ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

શહેરની ભાગોળે આવેલા મેટોડા ઇન્ડસ્ટ્રીય ઝોનમાં ડાયમંડ પાર્ક સોસાયટી 40 ઓરડી વિસ્તારમાં ગેસ સિલિન્ડર લિકેજ થવાના કારણે લાગેલી ભીષણ આગમાં એક સાથે પાંચ શ્રમજીવીઓ ગંભીર રીતે દાઝતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ફાયર બ્રિગેડ સ્ટાફ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

Img 20221203 085242

આ અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેટોડાની ડાયમંડ પાર્ક સોસાયટીમાં 40 ઓરડીમાં ગેસ લિકેજના કારણે લાગેલી આગમાં મુળ ઉત્તર પ્રદેશના વતની કમલેશ રાજુભાઇ સખવાર (ઉ.વ.20), રાહુલ વિજયબહાદુર સખવાર (ઉ.વ.18), રોહિત હરીશંકર સખવાર (ઉ.વ.20), મયંક રામલખન સખવાર (ઉ.વ.22) અને મંગલીપ્રસાદ શ્યામલાલ સખવાર (ઉ.વ.40) ગંભીર રીતે દાઝતા પાંચેયને સારવાર માટે અહીંની હોસ્પિટલમાં દખલ કરાયા છે.

Img 20221203 085215

મુળ ઉત્તર પ્રદેશના વતની અને પંદર દિવસ પહેલાં મેટાડોમાં ગેઇટ નંબર 1 પાસે મેપ પાવર કંપનીમાં મજુરી કામે આવ્યા હતા અને ડાયમંડ પાર્ક પાસે આવેલી 40 ઓરડીમાં ભાડે રાખી રહેતા હતા. ગતરાતે શ્રમજીવીઓએ રસોઇ બનાવ્યા બાદ ગેસના ચુલો ચાલુ રહી ગયો હતો. જેના કારણે આખી ઓરડીમાં એલપીજી ગેસ પસરી ગયો હતો અને વહેલી સવારે મયંક સખવારે ઉઠતાની સાથે જ બીડી સળગાવતા આગ ભભુકી ઉઠી હતી. મયંક સખવાર સિવાયના અન્ય શ્રમજીવીઓ સુતા હતા. આગની લપેટમાં એક સાથે પાંચેય શ્રમજીવીઓ આવી જતાં ઓરડીની બહાર નીકળી બચાવવા માટે બુમાબુમ કરી હતી.

Img 20221203 085157

આજુ બાજુના રહીશોએ પાંચેયને 108ની મદદથી સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા અને ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોચી આગ બુઝાવે તે પહેલાં શ્રમજીવીઓની ઘર વખરીનો માલ સામાન સળગીને રાખ થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી એફએસએલની મદદ લઇ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.