Abtak Media Google News

સુપ્રીમ કોર્ટમાં વિવાદીત જમીનની માલીકી મુદ્દે ચાલતી સુનાવણીમાં મુસ્લિમ પક્ષકારોએ આ સ્થળે ભગવાન રામનું પુજન-અર્ચન કરવાની છુટ આપવામાં સહમતિ દર્શાવી પરંતુ માલીકી વકફ બોર્ડની હોવાનો દાવો કર્યો

સુપ્રીમ કોર્ટમાં અયોઘ્યા મુદ્દે ચાલી રહેલી નિરંતર સુનાવણી દરમિયાન ગઇકાલે મુસ્લિમ પક્ષકારોએ એક વાતે ભારે આશ્ર્ચર્ય ફેલાવી દીધો હતો. સુપ્રિમ કોર્ટમાં બુધવારે મુસ્લિમ પક્ષકારોએ ૨.૭૭ એકરની રામ જન્મભુમિ બાબરી મસ્જીદની વિવાદિત ભુમિની માલીકીની બાબતના કેસમાં મુસ્લિમ પક્ષકારોએ એક તબકકે વિવાદિત ભુમિમાં હિન્દુઓ સાથે સહશશિતત્વની થિયેરી સ્વીકારવા રાજીપો વ્યકત કર્યો હતો. જેની મુસ્લિમ સમુદાયે વિવાદીત સ્થાને  ‘રામ મંદીર ’બનાવવા માટે સહમત દર્શાવી છે તેવું વિદ્વાનું માનવું છે.

સુપ્રિમ કોર્ટમાં અયોઘ્યાની વિવાદિત ૨.૭૭ એકરની જમીનની માલીકી અંગેના કેસમાં બુધવારે મુસ્લિમ પક્ષકારોના ધારાશાસ્ત્રી રાજીવ ધવને જણાવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમો પક્ષકારો વચ્ચે સહઅસિતત્વની વાત સ્વીકાય બને પરંતુ જમીનની માલીકી સુન્ની વકફ બોર્ડની ગણાવવી જોઇએ (અમે) મુસ્લિમો અને હિન્દુઓ તથા સહઅસ્તિત્વ સ્વીકારીએ તો પણ એ મિલ્કત અમારી છે. કેટલાક લોકો જો અહિં આવીને પ્રાર્થના કરવા ઇચ્છતા હોય તો તેમને અનુમતિ આપી શકાય.

મુસ્લિમ પક્ષકારોએ નિરમોહી અખાડા ની અરજીની સુનાવણી દરમિયાન રાજીવ ધવને જણાવ્યું હતું કે ઐતિહાસિક પુરાવાઓ જોઇએ તો આ અગાઉ બાબરી મસ્જીદ સંકુલની બહાર ચબુતરા પરિષદ માં હિન્દુઓ દ્વારા રામની પુજા થતી હતી જે મુર્તિઓ રર ડિસેમ્બર ૧૯૪૦ ના દિવસે ગેરકાયદેસર રીતે મસ્જીદના મઘ્ય ગુંબજ નીચે રાખી દીધી હતી. ૧૯૮૯ માં દેવકીનંદન અગ્રવાલ દ્વારા રામલલ્લાના સેવા પુજા માટે ની અખાડા પરિષદની અરજીને સમર્થન આપવાનો અભિગમ અપનાવી સેવા પુજાની વાત સ્વકારી શકાય પરંતુ જમીનની માલીકી માટે પુરાવાઓ ને સન્માન આપવું જોઇએ.

આ કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઇ, એ.એ. બોબડે  ડીવાય ચંદ્રચુડ અશોક ભુષણ એસ અબ્દુલ નઝીર બેન્ચે આ દલીલ અંગે પક્ષકારોને જણાવ્યું  હતું કે જો અખાડાને મસ્જીદ પરિસરની બહાર સેવાનો અધિકાર આપવામાં આવે તો ૧૯૪૯ની સ્થિતિ એ તે સ્વીકાર્ય ગણાય? ન્યાયમૂર્તિ ગોગાઇએ કહ્યું હતું કે શું તમે માનો છો કે ચબુતરો અખાડાના અધિકારમાં છે? ન્યાયમૂર્તિ ચંદ્રચુડે પ્રશ્ર્ન કર્યો હતો કે જો તમે અખાડાને સેવાનો અધિકાર આપતા હોય તો તમે તેમની ધાર્મિક માન્યતા અને દેવીતત્વનો સ્વીકાર કરો છો? જો તમે હિન્દુઓને ચબુતરા પાસે સેવાપુજા કરવાની વાત સ્વીકાર કરો તો નિયમ મુજબ મસ્જીદની વ્યા કુરાનના ખ્યાનું શું?

રાજીવ ધવને કોર્ટની આ ટીપ્પણી સામે જણાવ્યું હતું કે મંદીર સંકુલમાં મુર્તિએ ના અસ્તિત્વનો સ્વીકાર ન કરીએ પણ ૧૯૮૫ માં રધુવર દાસે હિન્દુઓની સેવા પુજાના અધિકારની અરજી કરી હતી. તેનો સ્વીકાર કરી શકાય પરંતુ જમીનની માલીકીના હકકનો નહી, ન્યાયમુર્તિ નઝીરે પુછયું હતું કે શું હિન્દુઓ અને મુસ્લિમો એક સાથે બંદગી કરી શકે? ભારતીય કાયદાઓ અનુસાર ઇસ્લામીક નિયમો અને સુફીઝમ આ વાત સ્વીકારશે ? રાજીવ ધવને કહ્યું હતું કે સાચી વાત છે કાયદા આદર્શ ગણી શકાય? પરંતુ સુપ્રિમ કોર્ટે નકકી કરવાનું કે અત્યારની પરિસ્થિતિમાં કોર્ટ પર એ વાત નિર્ભર બને છે કે અયોઘ્યા ની વિવાદિત ૨.૭૭દ એકર જમીનની માલીકીના હક માટેના આ કેસમાંની ન્યિમો ને કેટલું આધાર બનાવાય છે. તેની સામે ન્યાયમૂર્તિ ચંદ્રચુડે એવો પ્રશ્ર્ન ઉઠાવ્યા હતો કે મુસ્લિમ પક્ષકારો ભુમિીની માલીકીના વિશિષ્ટ અધિકારો અંગે સ્પષ્ટતા નથી  કરતા પરંતુ વિવાદિત જમીન પર હિન્દુ પક્ષકારો સાથે સહઅસ્તિત્વની વાત સ્વીકારો છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.