Abtak Media Google News

૧૫મી જાન્યુઆરીથી રાજ્યના ૧૮૫૫૬ ગામડાઓમાં વિહિપના કાર્યકરો અભિયાન હાથ ધરશે

દેશભરમાં ૪૦ લાખ કાર્યકરો ૫.૨૩ લાખ ગામડાઓને આવરી લેશે: ફંડ માટે દરેક હિન્દુનો સંપર્ક કરાશે

અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે ફંડ ઉઘરાવવાનું અભિયાન વિશ્ર્વ હિન્દુક પરિષદ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આગામી તા.૧૫ જાન્યુઆરીથી દેશભરમાં વિહિપના ૪૦ લાખ કાર્યકરો ગામડે ગામડે સંપર્ક કરશે. દેશના ૫.૨૩ લાખ ગામડાઓનાં ૬૫ કરોડ હિન્દુઓ સુધી કાર્યકરો પહોચશે.

આ અભિયાન હેઠળ ગુજરાતનાં ૧૮૫૫૬ ગામડાઓને આવરી લેવામાં આવશે. આ મામલે વિશ્ર્વ હિન્દુ પરિષદના જોઈન્ટ જનરલ સેક્રેટરી સુરેન્દ્ર જૈનએ જણાવ્યું હતુ કે, દેશમાં ૪૦ લાખ કાર્યકરોને ૫.૨૩ લાખ ગામડામાં મોકલવામાં આવશે. ગુજરાતનાં ૧૮૫૫૬ ગામડાઓને આવરી લેવાશે. ભંડોળ એકઠું કરવા માટે દરેક હિન્દુનો સંપર્ક કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અમે સરકાર અથવા પસંદગીના ઉદ્યોગકારો પાસેથી ફંડ મેળવવાના નથી. રામ મંદિરનું નિર્માણ સમગ્ર દેશના સહયોગથી થશે. નોંધનીય છે કે, જૈન સમાજ દ્વારા મંદિરનાં નિર્માણ માટે ચાંદીની ૨૫ કિલોની ઈંટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણને લઈને હિન્દુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અયોધ્યામાં રામ મંદિરનાં નિર્માણ માટે અનુકુળ વાતાવરણ સર્જાયાબાદ રામ મંદિરની ડિઝાઈન સહિતની બાબતે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ રાજપથ પરેડમાં રામમંદિરની ઝલક જોવા મળશે. ૨૬મી જાન્યુઆરીની પરેડમાં જુદાજુદા રાજયોની ઝાંખી દેખાડવામાં આવશે. ઉતરપ્રદેશની રામ મંદિર મોડલ રજૂ કરવામાં આવશે.

વિગતો મુજબ રામ મંદિર ૨.૧૫ લાખ ઘન મીટર જમીન પર બનાવવામાં આવશે. મંદિરની લંબાઈ ૨૭૦ ફૂટ, પહોળાઈ ૧૪૦ ફૂટ અને ઉંચાઈ ૧૨૮ ફૂટ હશે. ગર્ભગૃહ, કૌલી, રંગમંડપ, નૃત્ય મંડપ અને સિંહદ્વાર હશે. મંદિરનું મુખ્ય દ્વાર મકારાનાના સફેદ સંગેમરમરથી તૈયાર કરવામાં આવશે. મંદિરનાં નિર્માણ માટે થઈ હિન્દુઓમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે.

રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ કેસમાં ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા ઐતહાસીક ફેંસલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે મંદિર માટેની યોજના તૈયાર કરી હતી. અને ટ્રસ્ટીઓનું બોર્ડ બનાવવામાં આવ્યું હતુ. અયોધ્યામા ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. મંદિર નિર્માણ માટે રમાભકતોની મદદ લેવામાં આવી છે.

ત્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદ અયોધ્યામાં આકાર પામનાર ભવ્ય રામ મંદિર માટે દેશભરનાં પ્રત્યેક રામભકતોનો સહારો લેશે વિશ્ર્વ હિન્દુ પરિષદના નેતાઓ ઘરે ઘરે કરશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિરને લઇ ભંડોળ એકત્ર કરવાનું અભિયાન છેડવા માટેની તમામ તૈયારીઓ થઇ ચૂકી છે. ગુજરાતના નાના-મોટા તમામ ગામડાઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અભિયાન માટે મોટી સંખ્યામાં કાર્યકરોને ખડે પગે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભંડોળમાં એકત્ર થયેલી રકમ રામ મંદિરના નિર્માણ માટે વાપરવામાં આવશે.

રામ મંદિર નિર્માણની કામગીરી ભગવાન બને તેવું દરેક હિન્દુ ઈચ્છી રહ્યો છે. મંદિર બનાવવા માટે તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ચૂકી છે જેમ બને તેમ જલ્દી રામ મંદિર નિર્માણ પાસે તે માટે માત્ર વિશ્વ હિન્દુ પરિષદ જ નહીં પરંતુ અન્ય સંસ્થાઓ પણ અભિયાન ચલાવી રહી છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે રામમંદિરને લઇ અનેક કાર્યક્રમો પણ ઘડી કાઢ્યા છે. આવી સ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ ભંડોળ એકત્ર કરવા માટે સક્રિય બન્યું છે. આગામી તારીખ ૧૫મી જાન્યુઆરીથી કાર્યકરો દ્વારા અભિયાન છેડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.