Abtak Media Google News

વૃજફંડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોસ્ટ એકાઉન્ટન્ટ ચૈતન્ય પડીયા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રિયંક કોઠારી સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા

શહેરમાં વૃજફંડ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા કોસ્ટ એકાઉન્ટન્ટ પ્રિયંક કોઠારીએ ઝીરો ટકા ફાયનાન્સીયલ ક્ધસલ્ટન્સી ચાર્જથી બિલ્ડર્સ અને ગ્રાહકોને અઢળક ફાયદો હોવાની વાત ‘ચાય પે ચર્ચા’માં કરી હતી. ‘અબતક’ દ્વારા કલ્પવન ગ્રીન ટાઉનસીપ સાથે સંકળાયેલી ક્ધસલ્ટન્સી ફર્મને વિગતો જાણવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કોસ્ટ એકાઉન્ટન્ટ ચૈતન્ય પડીયા અને પ્રિયંક કોઠારીએ ફાયનાન્સીયલ ક્ધસલ્ટન્સી અંગે વિગતવાર માહિતી આપી હતી. પ્રિયંક કોઠારીએ જણાવ્યું હતું કે, તેઓ પહેલેથી જ બંને મિત્ર હતા. તેઓ ત્રણ વર્ષ આઇસીઆઇસીઆઇ બેંકમાં નોકરી કરી હતી ત્યારબાદ ખુદની ક્ધસલ્ટન્સી ફર્મ શરૂ કરી બંને સાથે જોડાયા. અમા‚ મુખ્ય કાર્ય પ્રોજેક્ટ ફાઇનાન્સ અને ફાઇનાન્સીયલ ક્ધસલ્ટન્સી છે. અમારા બંને સાથે જોડાયા તેની પાછળ એ હેતુ હતો કે ક્ધવેન્શનલ પ્રેક્ટીસ તો બધા કરતા હોય પણ અમારે ગુજરાતમાં કોઇ પ્રોવાઇડ ન કરી શકતુ હોય તેવુ કરવુ હતું. જે હતું ગ્રાહકને વેલ્યુ એડિશન આપવી. આ એક જ એવુ ક્ષેત્ર છે જેમાંથી વેલ્યુ એડિશન પ્રોવાઇડ કરી શકીએ. સૌરાષ્ટ્રની બેંકોનો ફંડિંગ વિશે નકારાત્મક અભિગમ અંગે જણાવ્યું હતું કે બેંકોનો નકારાત્મક અભિગમ હોય ત્યારે જ અમારે અમા‚ પાત્ર ભજવવાનું થાય છે. બેન્કર્સ મોટા ભાગે બીજા રાજ્યોના હોય છે તેઓ પાર્ટી, પાર્ટીનું બેકગ્રાઉન્ડ, રેફરન્સ અંગે અજાણ હોય છે. પરંતુ પ્રોફેશનલ વિશ્ર્વાસ મુકીને કામ કરે છે અને પાર્ટી વિશે માહિતી આપી બેંકોનો અભિગમ હકારાત્મક બનાવે છે.

Advertisement

સૌરાષ્ટ્ર અને સુરતની બેલેન્સ શીટ અંગે જણાવ્યું હતું કે, આપણે ત્યાં ઓન બુક્સ અને ઓફ બુક્સ બધુ અલગ હોય છે. ૬૦ ટકા જેટલા વ્યવહારો ઓન બુક્સ અને ૪૦ ટકા જેટલા વ્યવહારો ઓફ બુક્સ હોય છે. આ ટકાવારી બીઝનેસ અને પ્રોફાઇલ પર આધાર રાખે છે.

બિલ્ડર્સના પ્રોજેક્ટ સાથે ટાઇપ કરવાનું કારણ અમે એ જોયુ છે કે કોઇપણ બિઝનેસમાં બે સ્થિતિ હોય છે. જીતનો અભિગમ અને હારનો અભિગમ પરંતુ આ સ્થિતિ જીતથી પણ ઉપરનો અભિગમ છે. પણ ઉપરનો અભિગમ એટલા માટે કે બિલ્ડર્સને કોઇપણ ચાર્જ વગર પ્રોજેક્ટના ગ્રાહકોને લોન પ્રોવાઇડ કરી પ્રોજેક્ટનું વેચાણ કરાવી આપશું. જેથી પ્રોજેક્ટની લીકવીડીટીનો પ્રશ્ર્ન હલ થઇ જશે. પ્રોજેક્ટના ગ્રાહકોને ૮૫ થી ૯૦ ટકા જેટલી લોન કરાવી આપીએ છીએ. આમ ઝીરો ટકા ક્ધસલ્ટન્સી ચાર્જીસ પર બિલ્ડર્સ અને ગ્રાહક બંનેને ફાયદો થાય છે. અમારી પાસે ૩૨ બેંકોનો ટાયપ છે. તો અમે ગ્રાહકો જે રીતે માંગ કરે તે રીતે પ્રોવાઇડ કરીએ છીએ. આ ઉપરાંત અમે ગ્રાહકોને કોસ્ટ બેનીફીટ એનાલીસીસ કરાવી આપીએ છીએ.

જેમાં ગ્રાહકની પ્રોફાઇલ પ્રમાણે ફંડીંગ, વ્યાજનો દર, ચાર્જ અંગે બે થી ત્રણ બેંકોના રેફરન્સ આપીએ છીએ. ગ્રાહકની પ્રોફાઇલ અલગ-અલગ હોય છે. એટલે જ અમે ૩૨ બેંકોનો ટાયપ આપ્યો છે. ગ્રાહકો માટે ૩૨માંથી કઇ બેંક યોગ્ય છે તેની પસંદગી કરવી એકજ અઠવાડિયામાં નિરાકરણ લાવીએ છીએ.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ વિશે જણાવ્યું હતું કે, આપણે ડેવલોપીંગ ઇકોનોમીમાં આવીએ છીએ. તેમાં પણ ગુજરાત ટોપ પર છે. રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંનેનો સારો વિકાસ તોજ થશે જો ક્ધસલ્ટન્સીસલાહ અને કામ યોગ્ય રીતે થશે

એગ્રીકલ્ચર અંગે જણાવ્યું કે એગ્રેકલ્ચર, કોમોડીટીસ અને ફૂડ પ્રોસેસીંગ ઈન્ડસ્ટ્રીઝ પ્રત્યે બેકીંગ ક્ષેત્રે સારો અભિગમ દર્શાવે છે. કારણ કે આરબીઆઈના નિયમ પ્રમાણે પ્રાયોરીટી સેકટરનાં ૮૦ ટકામાં તેનું ફંડીંગ કરવાનું હોય છે. આ ફંડીંગને ધ્યાનમાં રાખીને બેંક એગ્રીકલ્ચરને પ્રમોટ કરે છે. આ પ્રમાણે તેઓને ગર્વમેન્ટની સબસીડી, મળતી હોય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દરેક પ્રોફેશનમં ‚પાંતરીત થઈ શકે છે. જેમકે તે કંપની સેક્રેટરીનું પણ કામ કરી શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પ્રોફેશનમાં ફાઈનાન્સીયલ ક્ધસલટન્સી, ઓડિટ ડાયરેકટ ટેક્ષાના ઘણા વિસ્તારો અલગ પડી રહ્યા છે. જેમા નિષ્ણાંત બનવાનો વિસ્તાર વધ્યો છે. ચૈતન્ય પડિયાએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રમાં હજુ ટારગેટ કોસ્ટ માટેનો ક્ધસલટન્સનો ક્ધસેપ્ટ આવ્યો નથી જેથી કોસ્ટ એકાઉન્ટન્ટને પ્લેટફોર્મ ઓછુ મળે છે. રિયલ એસ્ટેટ અંગે પ્રિયંક કોઠારીએ વધુમાં જણાવ્યું હતુ કે રિયલ એસ્ટેટનાં બિલ્ડર્સે પસંદગી જ પ્રોવાઈડ કરવી જોઈએ હવે આપણે ૧૦૦ ટકા દસ્તાવેજ તરફ સ્થળાંતર કરી રહ્યા છીએ. રીયલ એસ્ટેટમાં જેટલુ પ્રોડકશન થાય છે તે ડાયજેસ્ટ થઈ જાય છે. પણ પહેલા ૧૦૦ ટકા દસ્તાવેજ ન બનાવતા તેથી આ કનસ્ટેન્ટ આવતો હતો પરંતુ હવે એ કનસ્ટેન્ટ દૂર થઈ ગયો છે. દસ્તાવેજની સેલડીડ વેલ્યુ ઓછી હોય દસ્તાવેજની તેથી મોટાભાગની બેંકમાં વેલ્યુએશનમાં પૂરા ૧૦૦ ટકા ન ગણાતા તેથી સેલડીડ વેલ્યુ અને માર્કેટ વેલ્યુંમાં મોટો તફાવત રહેતો હતો પરંતુ હવે એ તફાવત રહેતો નથી. સૌરાષ્ટ્રમાં મોટાભાગના લોકો બજેટ ઘટાડે છે. પરંતુ લોન નથી લેતા અમે એ લોકોને સમજાવીએ છીએ લોકના ઘણા ફાયદા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.