Abtak Media Google News

  ભોગ બનનારી બાળકીને સારવાર અર્થે ખસેડાઈ: હાલત ગંભીર

 મધ્યપ્રદેશના સતના જિલ્લામાં 35 વર્ષીય દુષ્કર્મનો ગુનેગાર સજા કાપીને છૂટ્યા બાદ બુધવારે ફરી એક સગીરાને હવશબો શિકાર બનાવ્યાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ અગાઉ દુષ્કર્મના આરોપી રાકેશ વર્માને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ સાત વર્ષની સજા બાદ “સારા વર્તન”ને કારણે તેની બાકીની સજા માફ કરવામાં આવી હતી.જે બાદ બુધવારે વર્માએ કથિત રીતે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની જાણ થતાં સગીરાને રીવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેણીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં બીજી બાજુ આરોપીની ધરપકડ કરીને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે વર્માના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.