Abtak Media Google News

કોરોના મહામારીના કારણે ભારતીય અર્થવ્યવસ્થામાં 2020માં અંદાજીત 6.9 પ્રતિશત ઘટાડોનું અનુમાન છે, પરંતુ 2021માં 5 ટકા વૃદ્ધિ સાથે “મજબૂત સુધારા”નું અનુમાન છે. સયુંકત રાષ્ટ્રના એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યુ છે કે, ભારતનું નવા બજેટ માંગમાં વધારો કરવાના પ્રોત્સાહનો પર ભાર મુકવામાં આવ્યો છે, જેમાં જાહેર રોકાણ વધારવાના ઉપાયો લેવામાં આવ્યા છે.

સયુંકત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સમ્મેલન દ્વારા વ્યાપાર અને વિકાસ 2020ની આ અદ્યતન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 2021માં 4.7 ટકાની વદ્ધી થયાનું અનુમાન છે. આ વધારો સપ્ટેમ્બર 2020માં લગાવેલા 4.3 પ્રતિશત વૃદ્ધિના અનુમાન કરતા વધુ છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં થયેલા મજબૂત સુધાર આવે તેવું આમાં યોગદાન હશે. અમેરિકાના રસીકરણ અભિયાનમાં તેજી અને 1900 અજબ ડોલરના નવા પ્રોત્સાહનો પેકેટથી ઉપીયોગ કરતાના ખર્ચના વધારાથી આર્થિક ગતિવિધિઓ પર અસર દેખાય છે.

આ રિપોર્ટમાં વર્ષ 2020ને કોરોના મહામારીના કારણે અનઉપેક્ષિત જાહેર કરાયું છે. રિપોર્ટમાં વધુ કહેવામાં આવ્યું છે કે તાજેતરના વર્ષોમાં, વાયરસના ફેલાવા વિશે ચેતવણીઓ સમય પર આવી રહી છે, પરંતુ કોઈને અંદાજો ન હતો કે કોવિડ -19ની ખતરનાક અસર વિશ્વભરમાં કરશે. ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન (GDP) 2020-21માં 6.9 પ્રતિશત ઘટાડાના અનુમાન સાથે 2021માં પાંચ પ્રતિશત રેકોર્ડબ્રેક વૃદ્ધિ કરશે એનું પણ અનુમાન લગાવેલું હતું. સૌથી પેહલા UNCTD (United Nations Conference on Trade and Development)ના સપ્ટેમ્બર 2020ના રિપોર્ટમાં જાહેર થયું હતું કે, ભારતની અર્થવ્યવસ્થામાં 2020માં 5.9 પ્રતિશત ઘટાડો અને 2021માં 3.9 પ્રતિશતનો વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.