ચહલ પોતાની પત્ની ધનશ્રી સાથે જાણો ક્યાં મનાવી રહ્યો છે વેકેશન, જુઓ તસવીરો અને વીડિયો

હાલ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામેની સીરિઝમાં વ્યસ્ત છે. આ સીરિઝમાં સ્પિનરોની ખુબ ચર્ચા ચાલી રહી છે. ટેસ્ટ બાદ ટી20 સીરિઝમાં યુઝવેન્દ્ર ચહલ ફરી ટીમ ઇન્ડિયામાં સામેલ થશે. એવામાં મેચ પહેલા ટીમ ઇન્ડિયાનો સ્ટાર સ્પીનર યુઝવેન્દ્ર ચહલ પોતાની પત્ની ધનશ્રી સાથે હાલ માલદીવ્સમાં વેકેશનની મજા માણી રહ્યો છે. બંનેએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ વીડિયો અને તસવીરોને ફેન્સ દ્વારા હજારો લાઇક્સ અને કોમેન્ટ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ચહલ અને ધનશ્રીએ ગત વર્ષે ડિસેમ્બરમાં જ લગ્ન કર્યા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસ્વીરો શેર કરીને ફેંસને જાણકારી આપી હતી.

ધનશ્રીએ શેર કરેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે તે દરિયા કિનારે ઉભી છે. અન્ય એક તસવીરમાં યુઝવેન્દ્ર ચહલ સાથે તે નજરે પડે છે.

વીડિયો શેર કરતાં ધનશ્રીએ લખ્યું કે સ્વર્ગમાં કેટલીક સુંદર ક્ષણ વિતાવી રહી છું.

ઉલ્લેખનીય છે કે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી એક યુટ્યુબર છે જે અવાર નવાર પોતાના ડાંસ વીડિયો, ફોટો વગેરે ઇંસ્ટાગ્રામ, ટ્વીટર અને યુટ્યુબ પર શેર કરતી રહે છે.

એટલું જ નહીં ધનશ્રી ડાન્સ કોરિયોગ્રાફર છે અને તેના સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ પણ છે.