Abtak Media Google News

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના કાળમાં “જનસુરક્ષા” અને “જનકલ્યાણ” અર્થે સવિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે અન્વયે રાજકોટ શહેર-૨ ના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને ચીફ ફાયર સેફટી ઓફિસર ઠેબાના માર્ગદર્શન હેઠળ સમરસ કોવીડ હેલ્થ સેન્ટરના સીક્યુરીટી સ્ટાફને ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી છે.

Samras Talim 3

લોકોને ત્વરીત બચાવવા અગ્નિ શમનના પગલાંઓ વિશે સમગ્ર જાણકારી આપીને માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રાંત અધિકારી બ્રીજેશ કાલરીયા, ડો. પીપળીયા, ડો. મેહુલ પરમાર અને ડો. જયદીપ ભુંડીયા દ્વારા સમરસ કોવીડ હેલ્થ સેન્ટરમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૫ વર્ષથી નાની ઉંમરના ૧૧ બાળ દર્દીઓને આનંદ-પ્રમોદ માટે, એકલું ન લાગે, સારવાર દરમિયાન ચહેરા પર સ્મિત રેલાય રહે તે માટે રમકડાંની કીટ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.