Abtak Media Google News

ભારત કૃષિ પ્રધાન દેશ છે.આજે બદલાતા ભારતની નવી ઓળખ પણ મોર્ડન કૃષિ પ્રધાન દેશની છે.દેશના ખેડૂતોને મોર્ડન કૃષિ બનાવવાની સાથે સ્વાવલંબી બનાવવાની બોમ્બે સુપર હાઇબ્રીડ સિડ્સની નેમ છે.બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ કંપનીની નિવ વર્ષ 1983માં મુકવામાં આવી હતી.વર્ષ 2001થી બોમ્બે સુપર સિડ્સના યુવા ઉદ્યોગ સાહસિક મેનેજિંગ ડિરેકટર પીન્ટુભાઇ કાકડીયાના દૂરંદેશી અભિગમ અને નેતૃત્વ હેઠળ ખેડૂતોને મબલખ પાક અને રોકાણકારોને મબલખ કમાણી કરાવતી કંપનીનો બેન્ચમાર્ક સેટ કર્યો છે.કંપનીએ ખેડૂતોને કંઈક નવું આપવાનો હર હંમેશ પ્રયાસ કર્યો છે.દાયકાઓથી પ્રીમિયમ ગ્રેડના કૃષિ બિયારણોનો વેપાર કરીને કૃષિ ઉદ્યોગને મજબૂત કરવાની જવાબદારી કંપનીએ પોતાના શિરે લીધી છે.

Advertisement

બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ 250 બીજ, USA સિડ્સના 100 બીજનો પોર્ટફોલિયો:ખેડૂતોને મબલખ પાકની કમાણી

Firm Determination To Supply Premium Grade Agricultural Seeds To Every Nook And Cranny Of The Country
Firm determination to supply premium grade agricultural seeds to every nook and cranny of the country

બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ આજે ભારતમાં પ્રતિષ્ઠિત અને જાણીતી નેટવર્ક ધરાવતી અગ્રેસર કંપનીઓમાં પોતાનું આગવુ સ્થાન ધરાવે છે.બોમ્બે સુપર હાઇબ્રીડ સીટ્સ કંપની મગફળી,ડુંગળી, ધાણા,જીરૂ,રાજકા,ચણા,ઘઉં,તલ અને અન્ય કૃષિ બીજના પ્રોસેસિંગના બિઝનેસમાં સક્રિય છે.તદુપરાંત કંપની અપ્સર્ગીસ સીડ્સ ઓફ એગ્રીકલ્ચર યુએસએ સિડ્સ પણ ખેડૂતો માટે લઈને આવી છે.બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ 250 જેટલા બીજની વેરાઈટીનો પોર્ટફોલીયો ધરાવે છે.એજ રીતે યુએસએ સીડ્સ પણ તેના નકશા કદમ પર ચાલી 100 જેટલા સીડ્સનો પોર્ટફોલિયો ધરાવે છે.ખેડૂતોને નવા નવા બિયારણ અને શ્રેષ્ઠ પરિણામ આપવા કંપનીની આરએનડી ટીમ દિવસ રાત ખંતપૂર્વક કાર્ય કરે છે.માત્ર આટલું જ નહીં બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ ભારતની જૂજ સેન્ટ્રલ લેબ ધરાવતી કંપનીઓમાંની એક કંપની છે.

ઇનહાઉસ લેબ ધરાવથી બીજની કોલેટી ટેસ્ટિંગ કરવામાં કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. બોમ્બે સુપર હાઇબ્રીડ લિમિટેડ તેના ગ્રાહક પોર્ટફોલિયોને પાન ઇન્ડિયા અને વિશ્વભરના ઘણા દેશોમાં વિસ્તર્યો છે.કંપનીના ક્લાઈન્ટ પોર્ટફોલિયો ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ,છત્તીસગઢ,પંજાબ જેવા રાજ્યોમાંવિસ્તરેલોછે. દિલ્હી,આંધ્રપ્રદેશ,બિહાર, પશ્ચિમ,બંગાળ,હિમાચલ પ્રદેશ, તમિલનાડુ,ક ર્ણાટક અને કેરળ અને ઇટાલી,ફિલિપાઇન્સ,યુકે,આફ્રિકા,કેન્યા, નેધરલેન્ડ,ચીન,થાઈલેન્ડ  વગેરેમાં પણ તેનો પોર્ટફોલિયો વિસ્તર્યો છે.

રોકાણકારોના અતૂટ વિશ્વાસ સાથે આગળ વધતી લિસ્ટેડ કંપની

કંપનીએ તેનો ગ્રાહક પોર્ટફોલિયો PAN ઇન્ડિયા અને વિશ્વભરના દેશોમાં વિસ્તાર્યો

Firm Determination To Supply Premium Grade Agricultural Seeds To Every Nook And Cranny Of The Country
Firm determination to supply premium grade agricultural seeds to every nook and cranny of the country

રાજકોટ અમદાવાદ હાઈવે ટચ 40 વીઘાના વિશાળ એરિયામાં બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ પથરાયેલી છે.કંપનીની અન્ય એક વિશેષતા 200થી વધુ લોકોને રોજગારી પૂરી પાડી અને તેમના પરિવારનું ગુરાન ચલાવી રહી છે.અનુભવી અને કૌશલ્ય નિપુણ મેન પાવર સાથે કંપની કાર્ય કરે છે.સાથોસાથ કંપનીનું મશીનના અપડેશન પર વધારે ફોકસ રહે છે.નવા અદ્યતન ટેકનોલોજીના મશીનનો સમયાંતરે ઉપયોગ કરી ઉચ્ચ ગુણવત્તા યુક્ત સિડ્સના પરિણામ આજે 20 લાખથી વધુ ખેડૂત પરિવારોને કંપની આપી રહી છે.ઉત્પાદનના જથ્થા અને ગુણવત્તામાં વધારો કરવા માટે અધ્યતન ટેકનોલોજી અને આધુનિક કૃષિ પદ્ધતિઓની મદદથી બિયારણની ઉન્નત જાતો રજૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નિષ્ણાત સંશોધન અને વિકાસ કર્મચારીઓની ટીમ સાથે કંપનીએ વિવિધ કૃષિ આબોહવા પરિસ્થિતિઓ અને જમીનની રચનાને અનુરૂપ ઉત્પાદનો સોથી વધુ જાતની સરકારી મંજૂરી વિકસાવી છે. જે ખેડૂતોને ટકાવી રાખવા અને વધવા માટેની સુરક્ષા અને પસંદગી પૂરી પાડે છે.ઉપજની ક્ષમતા સાથે પડકારરૂપ કૃષિ ઇકો સિસ્ટમમાં આવ્યું રચના બોમ્બે સુપર હાઇબ્રીડ સિડ્સના વ્યવસાયમાં વધઘટ નિયંત્રણ કરે છે.જે આબોહવા અને ચોમાસાની પેટર્નને કારણે થતા થાય છે વધુમાં ઘરમાં સંપૂર્ણ હાઇટેક સ્ટોરેજ સુવિધાઓ ઉપલબ્ધ હોવાને કારણે કિંમતમાં વધઘટનું મૂળભૂત પરિબળ ઓછું કરવામાં આવે છે.

ખેડૂતોને નવું ઉત્પાદન અને ઝડપી પાકતી વેરાયટી આપવાની નેમ:પીન્ટુભાઇ કાકડીયા

બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સના મેનેજિંગ ડિરેક્ટર યુવા ઉદ્યોગ સાહસિક પીન્ટુભાઇ કાકડીયા એ જણાવ્યું કે, રાજકોટ અને દેશમાં દિવસને દિવસે ખેતીમાંથી બિનખેતી થવાની પ્રક્રિયાઓ થઈ રહીં છે.જોવા જાયતો ખેતી બંધ થઈ રહી છે એમ સમજી શકાય છે.આની સામે ભારતની વસ્તી દિન પ્રતિદિન વધી રહી છે.આ રેશિયો જોતા આવનારા દિવસોમાં અનાજ, શાકભાજી કે ધાન્ય પાકોમાં અછત પણ સર્જાઈ શકે છે.પરંતુ બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સ ખેડૂતોને મબલખ પાક આપવા અને ભારતની કૃષિ પ્રધાન ભૂમિ વધુ સમૃદ્ધ બને એ સંકલ્પ સાથે ખેડૂતોને નવું ઉત્પાદન અને ઝડપી પાકતી વેરાયટી આપવાની નેમ ઉપાડી છે.

રોકાણકારોને મળ્યું બોમ્બે સુપર હાઇબ્રીડ સિડ્સ IPOનું નવું અવકાશ

બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ લિમિટેડ મૂડી બજારમાં પ્રવેશી ત્યારથી રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. વર્ષ 2018 માં કંપનીએ આઇપીઓ બહાર પાડ્યા જેનો રોકાણકારોને ધમાકેદાર વળતરનો લાભ મળ્યો છે.બોમ્બે સુપર હાઇબ્રીડ સિડ્સ રોકાણકારોના અતૂટ વિશ્વાસ સાથે આગળ વધતી લિસ્ટેડ કંપની છે.કંપની વર્ષ એપ્રિલ 2018 માં NSE ઈમેજ પ્લેટફોર્મ પર રૂ.60 પ્રતિ શેર ની કિંમત સાથે SME IPO લાવી હતી.આ SME IPO સમયે 2 હજાર શેર લોટમાં ફાળવવામાં આવ્યા હતા.વર્ષ 2018માં

ગજઊ ઇમર્જ પ્લેટફોર્મ પર સફળ લીસ્ટીંગ પછી કંપની વર્ષ 2019 અને 2020 માં બે વાર બોનસ શેર આપ્યા હતા. સ્ટોક સ્લીપટની જાહેરાત પછી શેરનો બજારભાવ રૂ.85 થી રૂ.95 પ્રતિ શેરની રેન્જમાં હતો.જે માત્ર 3 થી 4 મહિનાના ગાળામાં રૂ.400 પ્રતિ શેરની રેન્જમાં પોહચ્યો.હાલ 1ની ફેસ વેલ્યુ ઉપર 250 રૂપિયાના રેટ છે.

ખેડૂતોને એક જ જમીનમાં ચાર વાર ઉત્પાદન લેવડાવાનું મિશન

કૃષિ ક્ષેત્ર તરફનું બોમ્બે સુપર હાઇબ્રીડ સિડ્સનું મિશન કંપનીનો ભારતના 22 થી વધુ રાજ્યોમાં નેટવર્ક ધરાવવાનો છે.ટકાઉ ઉચ્ચ ઉપજ,રોગપ્રતિકારક ગુણવત્તા અને સમાન કદના બીજ સાથે કંપની ભારતના દરેક ખૂણે તેના બીજ સપ્લાય કરવા માટે પ્રતિબદ્ધ છે.દિન પ્રતિ દિન ખેતીલાયક જમીન માંથી બીન ખેતી થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.જે નજીકના દિવસોમાં વેજીટેબલ કે ખેત પેદાશોની અછત ઉભી થવાના એંધાણ થઈ શકે છે.પરંતુ બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સ ખેડૂતોને ઝડપી ઉત્પાદન મળી રહે એવા હેતુસર એક જ જમીનમાં ખેડૂત ચાર વાર ઉત્પાદન લઈ શકે એ માટે કમર કસી છે.ભારતીય કૃષિ ઉદ્યોગમાં મુખ્ય યોગદાનકર્તાઓમાંનું એક બનવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે.

બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સના સીંગતેલની ગ્રાહકોમાં અધધ ડિમાન્ડ

પેલી કહેવત છે ને તેલ જુઓ તેલની ધાર જુઓ પરંતુ બોમ્બે સુપર સીડ્સના સીંગતેલની ધારનો કોઈ જોટો નથી. દેશના 11 રાજ્યમાં બોમ્બે સુપર હાઇબ્રીડ સીડ્સના સીંગતેલનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.ગ્રાહકો પૌષ્ટિક અને ગુણવત્તા યુક્ત સિંગતેલમાં આજે બોમ્બે સુપર હાઈબ્રીડ સિડસના સિંગતેલની  પ્રથમ પસંદગી કરે છે.વાંકાનેર હાઇવે પર બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્સની ઓઇલ મિલમાં સિંગદાણાને બારીકીથી સોલ્ટેજ કરી સીંગતેલ બનાવે છે.

ભારતમાં કૃષિ ઉદ્યોગમાં નંબર વન કંપની બનવાનું વિઝન

બોમ્બે સુપર હાઇબ્રીડ સિડ્સ લિમિટેડનું વિઝન ભારતના 28 રાજ્યો અને 742 જિલ્લાઓમાં નેટવર્ક સુધી પહોંચવા અને વિસ્તરણ કરીને ક્રાંતિ સર્જવાનો તેમજ પ્રીમિયમ ગ્રેટ ગુણવત્તા ઉત્પાદનો સાથે વર્ષ 2030 સુધીમાં ભારતમાં કૃષિ ઉદ્યોગમાં નંબર વન કંપની બનવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.