Abtak Media Google News
  • રાષ્ટ્રીય શિક્ષા નિતિ 2020 માટે રૂ. 90 લાખની જોગવાઇ
  • લાઇબ્રેરી માટે રૂ. 97 લાખ જયારે સ્ટુન્ડન્ટ ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલોપમેન્ટ અને અન્ય માટે રૂ. 66 લાખની જોગવાઇ મંજૂર કરાશે
  • કાલે સૌ.યુનિ.ની પ્રથમ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક: બજેટ મંજુર કરાશે

સૌરાષ્ટ્ર યુનિ.ની એકઝીકયુટીવ કાઉન્સીલની બેઠક 10 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેની અઘ્યક્ષતામાં યોજાએલ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિ.ની વિવિધ બાબતોની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વાર્ષિક અંદાજપત્રનું કદ કુલ આવક રૂ. 192.01 કરોડ તેમજ ખર્ચ રૂ. 180.16 કરોડની પુરાંત વાળુ બજેટ એકઝીકયુટીવ કાઉન્સીલની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરી બજેટને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજુર કરવા માટે ભલામણ કરેલ હતી. હવે આવતીકાલે એટલે કે 1લી માર્ચે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળવાની છે જેમાં આ બજેટ મંજુર કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિ.માં સ્ટ્રીટલાઇટના એન્યુઅલ કોમ્પ્રેહેન્સીવ મેઇનટેનન્સના કરારની મુદત આઠ માસ લંબાવ્યા અંગેની બહાલી, સૌરાષ્ટ્ર યુનિ.માં લાઇટ, માઇક, ડેકોરેશન અને એલ.ઇ.ડી. ડીસ્પ્લેના વાર્ષિક કરારની મુદત છ માસ લંબાવ્યા અંગને બહાલી, ઇન્ડોર સ્ટેડીયમમાં નવી લાઇટો ફીટ કરાવવા અંગે આવેલ લોએસ્ટ ટેન્ડરની પાર્ટીને વર્કઓડર આપવા તથા ખર્ચની મંજુરી અંગે કરેલ બહાલી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતી.સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ પર રહેલ હાઇમાસ્ટ લાઇટોના સપ્લાઇ ઇનસ્ટોલેશન અને બે વર્ષના મેઇનટેનન્સ કામગીરી અંગે આવેલ લોએસ્ટ ટેન્ડરની પાર્ટીને વર્કઓડર આપવા તથા ખર્ચની મંજુરી અને સ્પ્રીહા અંતર્ગત કોમ્પ્યુટર, લેપટોપની ખરીદી તથા ખર્ચ રૂ. 1,90,000 અંગે કાલે મંજૂરી અપાશે.

વિશેષ જોગવાઈઓ

  1. રાજય સરકારના પગાર ભથ્થા તથા અન્ય રીકરીંગ ખર્ચ પેટેની રૂા. 62.91 કરોડની જોગવાઈ
  2. પરીક્ષાનાં ખર્ચ પેટે રૂા. 28. 12 કરોડની જોગવાઈ
  3. સેલ્ફ ફાઈનાન્સ ખર્ચ પેટે રૂા. 5.32 કરોડની જોગવાઈ

બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો

બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હાઈલી રેપ્યુટેડ એમિનેન્ટ રિસર્ચ પર્સન તરીકે ગાંધીનગરની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ રામા શંકર દુબે, નેશનલ રેકોગ્નાઇઝડ ઇન્સ્ટિટયૂટમાંથી એમિનેન્ટ એક્સપર્ટ તરીકે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટર અનુપમ શુક્લ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટમાં એમ. સી. એ. ભવનના અધ્યક્ષ સી. કે. કુંભારણા અને ટીચર તરીકે બાયોસાયન્સ ભવનના પ્રોફેસર ડો. રાહુલ કુંડુ અને એમ. સી. એ. ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. અતુલ ગોંસાઈની નિમણુંક કરાઈ છે.

શું કલાધરને ફરી પ્રસ્થાપિત કરશે યુનિવર્સીટી?

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના તત્કાલીન કુલપતિ ડો.ગિરીશ ભીમાણી દ્વારા છેલ્લા એક વર્ષથી કલાધર આર્યને સૌ.યુનિ.ના કુલપતિની પરવાનગી વગર સૌ.યુનિ. કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. જો કે આ મુદ્દે અનેક તર્ક વિતર્કો ચાલી રહી છે. ત્યારે કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પ્રથમ બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળનારી હોય, તેમાં એજ્યુકયુટિવ કાઉન્સીલના મુદ્દાઓની ચર્ચા કરી નિર્ણયોને બહાલી આપવામાં આવશે.શિસ્તભંગની કાર્યવાહીના ભાગરૂપે યુનિ.ના રજીસ્ટ્રાર પારેખ દ્વારા કલાધર આર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. જો કે નવા ઇન્ચાર્જ કુલપતિની અધ્યક્ષતાંમાં કાલે જે બેઠક મળવાની છે તેમાં ડો.આર્ય વિષે ચર્ચા વિચારણા થશે કે કેમ? અને શું કલાધરને ફરી પ્રસ્થાપિત કરશે યુનિવર્સીટી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.