Abtak Media Google News
  • રાષ્ટ્રીય શિક્ષા નિતિ 2020 માટે રૂ. 90 લાખની જોગવાઇ: લાઇબ્રેરી માટે રૂ. 97 લાખ જયારે સ્ટુન્ડન્ટ ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલોપમેન્ટ અને અન્ય માટે રૂ. 66 લાખની જોગવાઇ કરાઇ

સૌરાષ્ટ્ર યુનિ.ની એકઝીકયુટીવ કાઉન્સીલની બેઠક આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેની અઘ્યક્ષતામાં યોજાએલ હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિ.ની વિવિધ બાબતોની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વાર્ષિક અંદાજપત્ર એકઝીકયુટીવ કાઉન્સીલની મંંજુરી માટે રજુ કરેલ હતું. આ અંદાજીત બજેટનું કદ કુલ આવક રૂ. 192.01 કરોડ તેમજ ખર્ચ રૂ. 180.16 કરોડ અને 1ર કરોડની પુરાંત વાળુ બજેટ આજરોજ એકઝીકયુટીવ કાઉન્સીલની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરી બજેટને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજુર કરવા માટે ભલામણ કરેલ હતી. આજની મીટીંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાણાકીય વર્ષ 2022-23 ના વાર્ષિક હિસાબો તથા વર્ષ 2023-24 ના પુન: નિર્મિત અંદાજો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતા.આજની મીટીંગમાં ગુજરાત સરકારના શ્રમ આયુકતની કચેરીના પત્ર અન્વયે લધુતમ વેતન દરની વિચારણા માટે રચવામાં આવેલ સમીતીની ભલામણો પરત્વે વિચારણા કરવામાં આવેલ હતી અને વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે તે મુજબ આઉટસોસીંગ સ્ટાફને વેતન ચુકવવાની બાબત મંજુર કરવામાં આવી.સૌરાષ્ટ્ર યુનિ.માં સ્ટ્રીટલાઇટના એન્યુઅલ કોમ્પ્રેહેન્સીવ મેઇનટેનન્સના કરારની મુદત આઠ માસ લંબાવ્યા અંગેની બહાલીને આજની મીટીંગમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતી.

સૌરાષ્ટ્ર યુનિ.માં લાઇટ, માઇક, ડેકોરેશન અને એલ.ઇ.ડી. ડીસ્પ્લેના વાર્ષિક કરારની મુદત છ માસ લંબાવ્યા અંગને બહાલીને આજની મીટીંગમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતી.આજની મીટીંગમાં ઇન્ડોર સ્ટેડીયમમાં નવી લાઇટો ફીટ કરાવવા અંગે આવેલ લોએસ્ટ ટેન્ડરની પાર્ટીને વર્કઓડર આપવા તથા ખર્ચની મંજુરી અંગે કરેલ બહાલી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતી.સૌરાષ્ટ્ર યુનિ.  કેમ્પસ પર રહેલ હાઇમાસ્ટ લાઇટોના સપ્લાઇ ઇનસ્ટોલેશન અને બે વર્ષના મેઇનટેનન્સ કામગીરી અંગે આવેલ લોએસ્ટ ટેન્ડરની પાર્ટીને વર્કઓડર આપવા તથા ખર્ચની મંજુરી અંગે કરેલ બહાલી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતી.આજની મીટીંગમાં સ્પ્રીહા અંતર્ગત કોમ્પ્યુટર, લેપટોપની ખરીદી તથા ખર્ચ રૂ. 1,90,000 અંગે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવેલ હતી અને સર્વાનુમતે ખર્ચની સૈઘ્ધાતિક મંજુરી આપવામાંઆવી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજની એકઝીકયુટીવ કાઉન્સીલની બેઠકમાં ડો. ભરતભાઇ રામાનુજ, ડો. બી.કે. કલાસવા, ડો. નીતાબેન ઉદાણી, ડો. એચ.ડી. જોશી, કુલસચિવ ડો. રમેશભાઇ પરમાર, પરીક્ષા નિયામક નીલેશભાઇ સોની, ઓડીટર લીનાબેન ગાંધી, નાયબ હિસાબનીશ શીતલબેન જાની ઉ5સ્થિત રહ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બજેટની વિશેષ જોગવાઈઓ

  • રાજય સરકારના પગાર ભથ્થા તથા અન્ય રીકરીંગ ખર્ચ પેટેની રૂા. 62.91 કરોડની જોગવાઈ
  • પરીક્ષાનાં ખર્ચ પેટે રૂા. 28. 12 કરોડની જોગવાઈ
  • સેલ્ફ ફાઈનાન્સ ખર્ચ પેટે રૂા. 5.32 કરોડની જોગવાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બજેટની વિદ્યાર્થીલક્ષી એક્ટિવીટીઝ માટે કરાય વિશેષ જોગવાઈઓ

  •  રાષ્ટ્રીય શિક્ષા નિતિ-2020 માટે રૂા. 90 લાખની જોગવાઈ
  • ’કલાશ્રી’ કલામંચ માટે રૂા. 10 લાખની વિશેષ જોગવાઈ
  • રાષ્ટ્રીય શિક્ષા નિતિ-ર020 અંતર્ગત ’ભારતય જ્ઞાન પરંપરા’ માટે રૂા. 10 લાખની જોગવાઈ
  • કલ્ચરલ એકટીવીટીઝ અને યુનિવર્સિટી ઈવેન્ટસ માટે રૂા. 50 57 લાખની જોગવાઈ
  • વિદ્યાર્થીઓ સંલગ્ન સંશોધન માટે રૂા. 35 લાખની જોગવાઈ
  • રમત-ગમતના સાધનો માટે રૂા. 10 લાખની જોગવાઈ
  •  સ્ટુડન્ટ ડેવેલોપમેન્ટ, સ્કીલ ડેવેલોપમેન્ટ અને અન્ય એકટીવીટી માટે રૂા. 66 લાખની જોગવાઈ
  • સ્ટુડન્ટ અવેરનેસ પ્રોગ્રામ માટે રૂા. 10 લાખની જોગવાઈ
  • સ્ટુડન્ટ સુરક્ષા નિધિ માટે રૂા. 15 લાખની જોગવાઈ
  •  સ્પોર્ટસ ફેસેલીટી માટે રૂા. 25 લાખની જોગવાઈ
  • પોર્ટસ હોસ્ટેલ ડેવલોપમેન્ટ માટે રૂા. 25 લાખની જોગવાઈ
  •  સેમીનાર/કોન્ફરન્સ માટે રૂા. 35 લાખની જોગવાઈ
  •  લાઈબ્રેરી માટે રૂા. 97 લાખની જોગવાઈ
  • SSIP  Incubation Centerમાટે રૂ. 40 લાખની જોગવાઇ
  • એજયુકેશન ડેવેલોપમેન્ટ એકટીવીટીઝ માટે રૂા. 50 લાખની જોગવાઈ
  • ફીઝીકલ ડીસેબલ ટોયલેટ બ્લોક માટે રૂા. 50 લાખની જોગવાડ
  • ઓડીટોરીયમ માટે રૂા. 49 લાખની જોગવાઈ
  • – ’નેક’ ની એકટીવીટીઝ માટે રૂા. 20 લાખની જોગવાઈ
  • ICT Facilities માટે રૂા. 25 લાખની જોગવાઈ
  • UPSC Center માટે રૂા. 20 લાખની જોગવાઈ
  • ઈ-ક્ધટેન્ટ રેકોર્ડીંગ સ્ટુડીયો માટે રૂા. 20 લાખની જોગવાઈ
  •  સ્ટુડન્ટ ફેલોશીપ માટે રૂા. 10 લાખની જોગવાઈ
  •  દિવ્યાંગ રીલેટેડ એકટીવીટીઝ માટે રૂા. 10 લાખની જોગવાઈ
  •  ગૌ કૃષિ વિદ્યા કેન્દ્ર માટે રૂા. 7 લાખની જોગવાઈ
  • મહિલા સશક્તિકરણ રીલેટેડ એકટીવીટીઝ માટે રૂા. 5 લાખની જોગવાઈ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડેવલોપમેન્ટ એકટીવીઝ માટે રૂા. 5 લાખની કોગવાઈ
  • IPR Facilitation માટે રૂા. 5 લાખની જોગવાઈ
  • નવી ગર્લ્સ હોસ્ટેલ માટે રૂા. 5 લાખની જોગવાઈ
  • કેરીયર એન્ડ કાઉન્સેલીંગ સેલ માટે રૂા. 4 લાખની જોગવાઈ
  •  રેમેડીયલ કોચીંગ સેન્ટર માટે રૂા. 4 લાખની જોગવાઈ
  • SC/ST Net Coaching Centerમાટે રૂા. 4 લાખની જોગવાઈ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.