Abtak Media Google News

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પ્રયાસોને સફળતા…

અબતકની મુલાકાતમાં પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયાએ આપી વિસ્તૃત માહિતી

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં પત્રકારત્વ અને ચોથી જાગીર નું વિરુદ્ધ મળેલું છે પરંતુ પત્રકારોની સુરક્ષા માટે કોઈ સંગીન વ્યવસ્થા નથી,ત્યારે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂન ની માંગ લાંબા સમયથી ચલાવવામાં આવે છે, ત્યારે આ પ્રયાસોને સફળતા મળી હોય તેમ છત્તીસગઢની “મુખ્યમંત્રીરૂપેશબધેલ” ની સરકારે સૌપ્રથમવાર “પત્રકાર સુરક્ષા કાનુન “ને લઈને વિધાનસભામાં વિધેયકપસાર કરવાની પહેલ કરી છે,

આ અંગે અબ તકની મુલાકાતે આવેલા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના આગેવાનો જીગ્નેશભાઈ કાલાવડીયા દિનેશભાઈ જાવિયા, દિલીપસિંહ વાઘેલા, સંજયભાઈ ખીરસરીયા, મનોજભાઈ ગઢવી, હિતેશભાઈ રાઠોડ, જગદીશભાઈ તેરૈયા, રેખાબેન સગારકા અને જાગૃતીબેન પરમારે દેશમાં સૌપ્રથમ પત્રકાર સુરક્ષા વીધેક લાવનાર છત્તીસગઢ સરકાર નો આભાર વ્યક્ત કરીને જણાવ્યું હતું કે છત્તીસગઢના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પત્રકાર સુરક્ષા કાનુન લાવવાની માંગને વધુ બળવતર બનાવવામાં આવશે, દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે પરંતુ પત્રકારત્વની હાલત ખૂબ જ દહીંની એ છે ત્યારે પત્રકારોને દેશભરમાં કાનૂની સુરક્ષા મળી રહે તે જરૂરી છે

છત્તીસગઢ સરકાર દ્વારા વિધાનસભામાં પત્રકાર સુરક્ષા કાનુન ને કાયદાનું રૂપ આપવાની મંજૂરી આપી દેવાય છે આ જ રીતે હવે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા છત્તીસગઢને મોડેલ ગણી ગુજરાતમાં પણ આ કાનૂન લાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજૂઆત કરશે આ માટે આગામી સમયમાં સીએમઓના સચિવ અવંતિકા સિંહ સાથે બેઠક યોજાશે ગુજરાતમાં આ કાયદાની માંગ અને તેની અમલવારી માટે પ્રયત્નોને વધુ ધારદાર બનાવવામાં આવશે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા સુરક્ષા કાનૂન ની માંગણી લઈને દેશભરમાં કાર્યક્રમ આપવામાં આવી રહ્યા છે

તેના પગલે છત્તીસગઢમાં મુખ્યમંત્રી રૂપેશ બધેલને મળીને સુરક્ષા કાયદા લાગુ કરવાની માંગ કરી હતી જેને છત્તીસગઢ સરકારે સ્વીકારીને પત્રકાર સુરક્ષા કાનુનને મંજૂરી આપી દીધી છે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીગ્નેશ પટેલે આતંકી મુખ્યમંત્રી બધેલને અભિનંદન પાઠવ્યા હતા અને લોકતંત્ર માટે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવી સરાહના કરી હતી પત્રકાર સુરક્ષા કાયદો લાગુ થયા બાદ પત્રકારો ઉપર એફઆઇઆર કરતાં પહેલાં ઘણા નિયમોનું પાલન કરવું પડશે પત્રકારોની સતામણી હિંસા અને ખોટી રીતે કેસ ચલાવવા ને બ્રેક લાગશે.

પત્રકારો સામેના બનાવટી કેસો સહિતના અન્ય કેસોત આવશે ઘણી વખત પત્રકારોના સમાચારથી નારાજ પક્ષ તેમની સામેના કોઈને કોઈ રીતે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં કેસ કરે છે પત્રકારોને ધમકાવવામાં આવે છે તેની સામે આ કાયદો અનિવાર્ય છે છત્તીસગઢના પગલે ગુજરાતમાં પણ આ કાયદા ની માંગ વધુ બળવતર બનાવવા માં આવશે

કયા પત્રકારને સુરક્ષા કાયદા હેઠળ લાભ મળશે?

છત્તીસગઢ સરકારે મંજુર કરાયેલા પત્રકાર સુરક્ષા કાનુન નો લાભ તેવા પત્રકાર મળશે જેના ઓછામાં ફલેક ત્રણ મહિનામાં પ્રસિદ્ધ થયા હોય ત્રણ મહિનામાં ત્રણ વાર ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયા હોય જેમના નામના લેખો પ્રકાશિત થતા હોય અને તેની પાસે આઇડી કાર્ડ હોય તેવા પત્રકારોને લાભ મળશે સરકાર દ્વારા હવે પત્રકારોની નોંધણી માટે ઓથોરિટી ની રચના કરવામાં આવશે

મહારાષ્ટ્રમાં પત્રકારોની સુરક્ષાની વ્યવસ્થા “પરિપત્ર આધારિત આશિક કાયદો” અમલમાં છે

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશ અને હવે ઝડપી પ્રસાર માધ્ય્મનું યુગ છે ત્યારે પત્રકારત્વ ક્ષેત્રે વ્યવસાયની તકોની સાથે સાથે જોખમ પણ વધ્યું છે તેવા સંજોગોમાં દેશમાં પત્રકાર સુરક્ષા કાનૂનની આવશ્યકતા છે છત્તીસગઢે આ પહેલ કરી છે મહારાષ્ટ્રમાં પત્રકારનું સુરક્ષા વ્યવસ્થા પરિપત્ર આધારિત આંશિક કાયદાના અમલમાં છે હવે દેશભરમાં પૂર્ણ કાનૂની જરૂર છે

પત્રકાર સુરક્ષા કાયદાની જોગવાઈઓ

પત્રકારો સામે એફઆઇઆર માટે નિયમોનું પાલન કરવું પડશે પત્રકારોની સતામણી ધાક ધમકી હિંસા અને ખોટા કેસ ને બ્રેક લાગશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.