Abtak Media Google News

દિવસ રાત જોયા વગર સતત ખડેપગે કામ કરનાર દરેક સ્ટાફને હું અભિનંદન પાઠવું છું, તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી : કલેકટર પ્રભવ જોશીની અબતક સાથે વાતચિત

રાજકોટના કાર્યક્રમમાં જિલ્લા તંત્રના આગવા આયોજનથી વડાપ્રધાન મોદી પણ પ્રભાવિત થયા હતા. ત્યારે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે દિવસ રાત જોયા વગર સતત ખડેપગે કામ કરનાર દરેક સ્ટાફને હું અભિનંદન પાઠવું છું, તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી.

વડાપ્રધાન મોદીઓ ગઈકાલનો રાજકોટનો કાર્યક્રમ સફળ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરથી સીધું હીરાસર એરપોર્ટ ઉપર લેન્ડિંગ કર્યું હતું. જ્યાં તેઓએ એરપોર્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં વડાપ્રધાન મોદીએ રેસકોર્ષ ખાતે જાહેર સભા સંબોધી હતી. આ જાહેર સભામાં જનમેદની ઉમટી પડી હતી. જેનો ઉલ્લેખ વડાપ્રધાન મોદીએ પોતાની સભામાં પણ કર્યો હતો.

જો કે આ કાર્યક્રમના આયોજન પાછળ અધિકારીઓ અને કર્મચારીઓની દિવસ-રાતની મહેનત હતી. જિલ્લામાં કલેકટરથી લઈ પ્રાંત- મામલતદાર સુધીના અધિકારીઓ અને ક્લાર્ક સુધીના કર્મચારીઓએ રાત ઉજાગરા કરી સમગ્ર આયોજનને સફળ રીતે પાર પાડ્યું હતું.

બીજી તરફ સતત એક અઠવાડિયાની ભાગદોડ અને છેલ્લા 2 દિવસના ઉજાગરા વચ્ચે પણ જિલ્લા કલેકટર કચેરી આજથી ફરી રૂટીન કામમાં ધમધમી ઉઠી હતી. કલેકટર, અધિક કલેકટર, પ્રાંત અને મામલતદારોએ રેસ્ટ વગર જ આજથી રૂટીન કામગીરી સંભાળી લીધી હતી. રાજકોટમાં જિલ્લા તંત્રના આ સફળ આયોજન માટે વડાપ્રધાન મોદી પણ પ્રભાવીત થયા હતા.

આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે અધિકારીઓ અને કર્મચારીઓએ દિવસ રાત જોયા વગર કામ કર્યું છે.

તમામ કામગીરી સંકલનથી સફળતાપુર્વક કરવામાં આવી છે. તમામ લોકોએ પોતાને મળેલી ફરજ નિસ્ઠા પૂર્વક બજાવી છે. કોઈ પણ નાની ક્ષતિ પણ ધ્યાને આવી નથી.

આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હું અભિનંદન પાઠવું છું. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓ, એસપી અને અધિક કલેકટરની કોર કમિટીની અધ્યક્ષતામાં 22 જેટલી સમિતિઓએ વડાપ્રધાન મોદીના કાર્યક્રમની એ ટુ ઝેડ વ્યવસ્થા ગોઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.