Abtak Media Google News

સનાતન પરંપરાના સંત અને સમાજસેવકોએ દિલ્હી આશ્રમમાં આચાર્ય લોકેશજીનું  કર્યું સન્માન

આચાર્ય લોકેશજી શૌર્ય અને હિંમતનું પ્રતિક છે – સ્વામી મુરુગુ વેલ

તમિલનાડુના સનાતન પરંપરાનાં સંત સ્વામી મુરુગુ વેલજી, પોંડીચેરીનાં  સંપતજી અને રાષ્ટ્રીય સુરક્ષા મહા મિશનના  શત્રુઘ્નજીએ દિલ્હી આશ્રમમાં  આચાર્ય લોકેશજીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બહેન શ્રીશિલાજી પણ પ્રતિનિધિમંડળમાં હાજર હતા.

તમિલનાડુ સનાતન પરંપરાના સંત સ્વામી મુરુગુ વેલજી, પોંડીચેરીનાં  સંપતજી અને રાષ્ટ્રીય સુરક્ષા મહા મિશનના  શત્રુઘ્નજી અને સોહન ગિરીએ એક જ અવાજમાં કહ્યું કે આચાર્ય લોકેશજી બહાદુરીના પ્રતીક છે, જે નિર્ભયતા સાથે આચાર્ય લોકેશ મુનિજી એ સંસ્કૃતિ અને હિંદુત્વની રક્ષા માટે રામલીલા મેદાનમાંથી ભારતીય સંસ્કૃતિનો અવાજ ઉઠાવ્યો અને સ્ટેજ પરથી હિંમતભેર દરેકને સંદેશો પહોંચાડ્યો એ પોતાનામાં એક અવિસ્મરણીય ઘટના હતી. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય ડો.લોકેશજીએ જણાવ્યું હતું કે મેં ભજવેલી ભૂમિકા ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી મહાવીરની અદ્રશ્ય શક્તિના કારણે જ શક્ય બની છે.

ભગવાનની પ્રેરણાથી આચાર્યશ્રી લાખોની ભીડમાં નિર્ભયતાથી પોતાની વાત રજૂ કરી શક્યા અને વાદ-વિવાદ માટે આમંત્રિત કરી શક્યા. આચાર્યશ્રીએ કહ્યું કે આજે સનાતન ધર્મના અનુયાયીઓને જે આદર મળી રહ્યો છે તે સનાતન, જૈન, બૌદ્ધ, શીખ ભારતીય સંસ્કૃતિનો આદર છે. આચાર્ય લોકેશજીએ કહ્યું કે પહેલા આપણું રાષ્ટ્ર છે, ત્યારબાદ તમામ જાતિ, સંપ્રદાય, પક્ષો વગેરે માટે સ્થાન છે.

જો રાષ્ટ્ર છે તો આપણે છીએ, જો રાષ્ટ્ર નથી તો આપણું અસ્તિત્વ નથી, તેથી અખંડ ભારત અને ગૌરવશાળી ભારત બનાવવા માટે સૌએ એક થવું જોઈએ તો જ આ દેશ વિશ્વ લીડર બની શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.