Abtak Media Google News

બોલીવુડના પ્રખ્યાત કોરિયોગ્રાફર દેવેશ મીરચંદાનીએ વર્કશોપમાં 80 યુવાનો તથા ગૃહિણીઓને આપી તાલીમ

નવધા કલ્ચરલ કલબ રાજકોટ દ્વારા બોલીવુડ થીમ સાથે ગરબા,કથક તેમજ વિવિધ ફોક ડાન્સના શીખવાડતા મુંબઇના જાણતી કોરિયોગ્રાફર દેવેશ મીરચનદાનીનો 7 દિવસનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો.ગુજરાતમાં પ્રથમ વાર રાજકોટ આંગણે સેમી ક્લાસીસ અને ફોક ડાન્સના વર્કશોપનું આયોજન થયું હતું.

રાજકોટ તેમજ ગુજરાત બહારથી પણ ઉત્સાહી યુવક યુવતીઓ અને ગૃહિણીઓએ પોતાની નૃત્યકલાને સુંદર ઓપ આપવા માટે દેવેશ ચંદાણી પાસે ઉમળકાભેર આ વર્કશોપમાં વિવિધ ગીતો પર ડાન્સ શીખ્યા હતા. સાત દિવસના વર્કશોપ બાદ એક ભવ્ય ડાન્સ શો નું આયોજન ધોળકિયા સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ચંદાણી સાથોસાથ વર્કશોપ માં ભાગ લેનાર તમામ વ્યક્તિઓએ પણ પર્ફોર્મન્સ આપી હતી.

આ કાર્યક્રમમાં નવધા કલ્ચરલ ક્લબના વાઇસ પ્રેસિડન્ટ કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, પ્રેસિડેન્ટ મિતુલભાઈ ધોળકિયા, સેક્રેટરી અમી ધોળકિયા તથા કે.જી ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ મોટી સંખ્યામાં લોકોએ ડાન્સ શો નિહાળવા હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવધા કલ્ચરલ ક્લબના પ્રેસિડેન્ટ મિતુલભાઈ ધોળકિયા, સેક્રેટરી અમીબેન ધોળકિયા સહિતના સભ્યોએ જેહમત ઉઠાવી હતી.

  • નવધા કલ્ચરલ ક્લબ હંમેશા નવા અને અલગ કાર્ય કરે છે:મિતુલભાઈ ધોળકિયાWhatsapp Image 2022 09 26 At 5.13.57 Pm 3

નવધા કલ્ચરલ ક્લબના પ્રેસિડેન્ટ મિતુલભાઈ ધોળકિયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નવધા કલ્ચરલ ક્લબ હંમેશા કંઈક અલગજ મનોરંજન લોકોને પૂરું પાડે છે.વિવિધ ક્ષેત્રની કલામાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓને રાજકોટના આંગણે રાજકોટની જનતાના સમક્ષ રૂબરૂ કરાવે છે. આ વર્કશોપમાં પણ દેવેશ મિરચંદાની દ્વારા ગરબા તથા વિવિધ ફોક ડાન્સ યુવાનો તથા ગૃહિણીઓને શીખડાવવામાં આવ્યા છે.

  • રંગીલા રાજકોટીયન્સ નૃત્યકલાની તાલીમ આપી ખૂબ આનંદ મળ્યો: દેવેશ મીરચંદાનીWhatsapp Image 2022 09 26 At 5.13.57 Pm

મુંબઈના પ્રખ્યાત કોરીયોગ્રાફર નીર ચંદાણીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકોટ ખાતે આ મારો પ્રથમ વર્કશોપ છે. રાજકોટની મહેમાનગતિમાની ખૂબ જ આનંદ થયો છે સાથોસાથ રંગીલા રાજકોટના ઉત્સાહિત લોકોને ગરબા અને વિવિધ ફોક ડાન્સ શીખવાડવાનો મોકો મળ્યો તેનો મને ખૂબ આનંદ છે. આગામી સમયમાં નવધા કલ્ચરલ ક્લબ સાથે દર મહિને વર્કશોપ કરવાનું આયોજન કરીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.