Abtak Media Google News

સંગીત પ્રેમીઓએ ફાઇનલ તા. 1ર માર્ચ સુધી એન્ટ્રી કરી શકશે

મોહમ્મદ રફી ફેન કલબ (જુ.) રાજકોટમાં ડિસેમ્બર-2010 થી રાજકોટની સંગીત પ્રેમી જનતાને વિનામૂલ્યે લાઇવમાં સંગીતના પ્રોગ્રામ કરી, લગભગ ર00 વ્યકિતઓને અત્યાર સુધીમાં અરવિંદભાઇ મણીયાર હોલ, ઇવનીગ પોસ્ટ તથા હેમુ ગઢવી હોલ જેવા સ્ટેજ ઉપરથી 70 જેટલા લાઇવ કાર્યક્રમ કરી ચુકી છે. સંસ્થાએ ત્રણ વખત ઓપન સૌરાષ્ટ્ર સંગીત સ્પર્ધાનું આયોજન અવાર નવાર કરેલ છે.

જેમાં રાજકોટના નામાંકિત સીંગરોએ ભાગ લીધેલ હતો તથા શિલ્ડ તેમજ ઇનામો મેળવેલ છે. હવે પછી સંસ્થા દ્વારા માર્ચ-2023 માં તા. 1ર-3 ને રવિવારના રોજ ઓપન સૌરાષ્ટ્ર સંગીત સ્પર્ધા-2023 નું આયોજન કરવામાં આવેલ છે. તેમાં ભાગ લેવા ઇચ્છતાં સંગીત પ્રેમીઓએ ફાઇનલ તા. 1ર સુધીમાં એન્ટ્રી કરી શકશે. જેના માટે આયોજક પરેશભાઇ દેસાઇ મો. નઁ. 99258 75489 તથા વરુણ દેસાઇ મો. નં. 76984 51865 :પર સંપર્ક તુરંત જ કરવા વિનંતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.