Abtak Media Google News

એનીમલ હોસ્ટેલના લાભાર્થે લોકડાયરામાં 1ર લાખનું ફંડ થયું એકત્રીત

સમગ્ર ગુજરાતમાં ગામે ગામ રખડતા ઢોરનો પ્રશ્ર્ન ક્ષેત્ર અને સત્તાધીશો માટે માથાના દુખાવા  સમાન બન્યા છે. ત્યારે ઉપલેટા શહેરમાં ગુજરાતની પ્રથમ એનીમલ હોસ્ટેલનો પ્રારંભ બાદ ગાયોના નિભાવ ખર્ચ માટે યોજાયેલો લોકડાયરામાં 1ર લાખ જેટલું ફંડ એકત્રી થયેલ હતું.

શહેરના પાટણવાવ રોડ સર્વ પ્રથમ ગુજરાત રાજયમાં ઉપલેટા શહેરમાં એનીમલ હોસ્ટેલના પ્રારંભ થતા શહેરમાં રખડતા એક હજાર કરતાં વધુ પશુઓને આ એનીમલ હોસ્ટેલમાં ખસેડવાના કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં પ00 થી વધારે ગાયોને એનીમલ હોસ્ટેલમાં રાખવામાં આવી છે. તેના  નિભાવ ખર્ચ માટે શહેરમાં ગઇકાલે નગરપાલિકા અને ઢોર નિવારણ સમિતિના સંયુકત ઉપક્રમે જાહેર ચોકમાં ભવ્ય કશુબલ લોકડાયરો યોજાયો હતો તેમાં ખ્યાતનામ કલાકાર પુનમબેન ગોંડલીયા લોકગાયક માલદે આહીર, દેવરાજભાઇ ગઢવી સહીતનાઓ મોડી રાત્રી સુધી રંગ જમાવત શહેરી જનોએ છુટા હાથે દાન આપતા 1ર લાખ રૂપિયા એકત્રી થયેલ હતું.

આ તકે પાલિકા પ્રમુખ મયુરભાઇ સુવા તથા વડઓક ગૌ સેવાના પ્રમુખ પિયુષભાઇ માકડીયાએ જણાવેલ કે આ એનીમલ હોસ્ટેલ સમગ્ર ગુજરાતમાં પ્રથમ  વખત નગરપાલિકા સંચાલીત શરુ થઇ છે. ત્યારે જે લોકો એકાવન હજાર કે રપ હજાર રૂપિયા દાન કરશે તેના નામની દ તકતી લગાડવામાં આવશે.

આ ઉપરાંત જે લોકોને વાર તહેવાર કે સારા-નરસા પ્રસંગોમાં ગાયોને નિરણ નાખવાની હોય તો વડ ચોક ગૌવ સેવા સમાજ અથવા પાટણવાવ રોડ ઉપર આવેલ એનીમલ હોસ્ટેલ સંપર્ક કરવો ગઇકાલે લોકડાયરામાં જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, પ્રદેશ ભાજપના દિનેશભાઇ અમૃતિયા, સૌરાષ્ટ્ર યુનિ. ના પૂર્વ કુલપતિ મહેન્દ્રભાઇ પાડલીયા જીલ્લા ભાજપના ઇન્દ્રવિજય ચુડાસમા મહેશભાઇ પટેલ વિજયભાઇ એટાળા (ભગવાન) મામલતદાર જી.એમ. મહાવદિયા, પ્રવિણસિંહ જાડેજા, અમૃતલાલ ભાદરીયા સહીત આગેવાનો નગરજનો હાજર રહેયા હતા.

એકાવન હજાર દાન આપનારા દાતા

પીઠળ કૃપા ગ્રુપ- નરેન્દ્રભાઇ સુવા (માસ્તર), સૂર્યાદય પેટ્રોલીયવાળા પુજાભાઇ ફોગલભાઇ ડેર હ. હિતેશભાઇ ડેર, નારણભાઇ નાથાભાઇ ડેર, વિઠલભાઇ અરજણભાઇ સોજીત્રા, રામ ગ્રુપ કેશોદ, સ્વ. પ્રદિપભાઇ જયસુખભાઇ દેસાઇ, ભાયાભાઇ નારણભાઇ વસરા, મનોજભાઇ રાજાભાઇ નંદાણીયા, રવિકુમાર અમૃતલાલ ભાદરીયા

નિભાવ ખર્ચ

એક ગાયના નિભાવ ખર્ચ 1 માસના ર100 રૂપિયા તમામ ગાયો માટે એક દિવસના અગીયાર હજાર રૂપિયા 1 ગાયનો એક વર્ષનો નિભાવ ખર્ચ 25000 રૂપિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.