Abtak Media Google News

૨૫૦ જેટલા માછીમારોએ હાજરી આપી દરીયાઈ સુરક્ષાને લગતી માહિતી મેળવી

આગામી સમયમાં યોજનાર સાગર કવચ કવાયત અને દરીયાઇ માર્ગેથી થઇ શકનાર આંતકવાદી હુમલાના ભય અંગે દરીયાકાંઠા વિસ્તાર માં થતી હિલચાલ તથા શંકાસ્પદ ઇસમોને અવર જવર અંગે તાત્કાલીક માહીતી મળી રહે અને રાષ્ટ્રીય સુરક્ષાના હીતમાં ઉપરી અધિકારી તરફથી મળતા ઇનપુટ અંગે તપાસમાં સચોટ માહીતી મળી રહે તે આશયથી પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.પટેલ એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાના અધ્યક્ષ સ્થાને ઓખા ખાતે પોલીસ સબ ઇન્સપેકટર જે.જી. સોલંકી કોસ્ટલ પોલીસ સ્ટેશન ઓખા નાઓની હાજરીમાં ઓખા ડાલડા બંદર વિસ્તારમાં ફિશરમેન અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં કસ્ટમ વિભાગ ઓખા, ફિશરીઝ વિભાગ ઓખા, ફિશરમેન એસોસીએશનના પ્રમુખ તથા ઉપપ્રમુખ, ઓખા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા અન્ય માછીમારી પ્રવૃતિ સાથે સંકળાયેલ આગેવાનો તથા આશરે ૨૫૦ જેટલા માછીમારો હાજર રહેલ.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 6

જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલ અલગ અલગ મુદાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલ હતી. ખાસ કરીને દરેક જેટી ઉપર સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, બંદ ર વિસ્તારમાં આવતી જતી માછીમારી બોટો તથા શંકાસ્પદ વાહનો/ઇસમો ઉપર દેખરેખ રાખી શકાય તેવું આયોજન કરવા, માછીમારી સિઝન દરમ્યાન બહારથી કામ કરવા માટે આવતા માછીમારોના ઓળખ પત્રોની નકલો, તેમના રહેઠાણનો પોલીસ વેરીફીકેશન દાખલો વિગેરે જેવા સરકારી ઓળખપત્રોની નકલો સ્થાનિક પોલીસ સ્ટેશનએ જમા કરાવી જાણ કરવા અંગે સુચના કરવામાં આવી તથા દરીયામાં જતી બોટોના માણસોનુ ફીશરીઝ કચેરી ખાતે નોંધ કરાવવા સુચના કરવામાં આવી તથા દરીયામાં થતી કોઇપણ શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલીક રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલ એજન્સીઓને, સ્થાનિક પોલીસને, એસ ઓ જી ને જાણ કરવા સુચના કરવામાં આવી તથા જાણ કરનાર ઇસમની વિગત ગુપ્ત રાખવામાં આવશે તે બાબતે ખાતરી આપવામાં આવી, તેમજ દરીયાઇ સુરક્ષાને લગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ તકેદારી રાખવા જરૂરી સુચનાઓ આપવામાં આવી તમામ માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ આગેવાનોએ રાષ્ટ્રીય સુરક્ષામાં સહકાર આપવા ભારે ઉત્સુક્તા બતાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.