Abtak Media Google News

હીન કક્ષાના આક્ષેપ સાથેનું વાયરલ થયેલું એફિડેવિટ જ ફેક હોવાના પુરાવા બાદ એટીએસ દ્વારા બે પત્રકાર સહિત પાંચ સામે ગુનો નોંધાયો

સામાજીક કાર્યકર જી.કે.પ્રજાપતિ, સુરતના હરેશ જાદવ, મહેન્દ્રસિંહ પરમાર, પત્રકાર આશુતોષ પંડયા અને કાર્તિક જોષીએ આઠ કરોડ પડાવવા નિવૃત આઇપીએસની સંડોવણી કરવાનું ષડયંત્ર રચ્યાનો ઘટટ્ટસ્ફોટ

ગાંધીનગર પંથખની ત્યકતા દ્વારા ગત તા.31 જાન્યુઆરીએ તૈયાર કરેલા એક એફિડેટમાં ગેડીયાનાઇસ્માઇલ મલેક નામના મુસ્લિમ શખ્સ અને નિવૃત આઇપીએસ અધિકારી વચ્ચેની સાંઠગાંઠ અને શારિરીક શોષણ અંગેના આક્ષેપ કરવામાં આવ્યા બાદ સોગંદનામાને ગાંધીનગરના કેટલાક લેભાગુ પત્રકારો દ્વારા વાયરલ કરવામાં આવ્યાની ચકચારી ઘટના અંગે એટીએસ દ્વારા તપાસનો દોર સંભાળી સોગંદનામું બદ ઇરાદે અને પૈસા પડાવવા તૈાયાર કરાયાનો ઘટસ્ફોટ કરી  એફિડેટના માધ્યમથી કરાયેલા હીન કક્ષાના આક્ષેપ અંગે દુધનું દુધ અને પાણીનું પાણી કરી ગાંધીનગરના બે પત્રકાર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીનગર પંથકની પરિણીતાએ પોતાના પતિને છુટાછેડા આપ્યા બાદ ગેડીયાના મુસ્લિમ શખ્સના પરિચયમાં આવ્યા બાદ અનેક શખ્સો પાસે મોકલી જાતિય શોષણ કર્યા અંગેના તેમજ મુસ્લિમ શખ્સ નિવૃત આઇપીએસ અધિકારીનો વહીવટદાર હોવાના તેમજ નિવૃત આઇપીએસ અધિકારી દ્વારા પણ શરીર સંબંધ બાંધવામાં આવ્યા અંગેના હીન કક્ષાના આક્ષેપ કરવામાં આવ્યા હોવાથી આઇપીએસ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

આ અંગે એટીએસની ટીમને તપાસ સોપવામાં આવતા એસ.પી.સુિ નલ જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.કે.ઓડેદરાએ હાથધરી હતી. એટીએસની ટીમે પિડીત મહિલાની સોગંદનામાં અંગે પૂચપરછ કરતા તેણીએ ઇસ્માઇલ મલેક સામે ગત તા.15 જાન્યુઆરીએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની અને બળજબરીથી મસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડવા અંગેની પેથાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અંગે અમદાવાદમાં કરેલા સોગંદનામાં જી.કે.પ્રજાપતિ અને સુરતના હરેશ જાદવે કેટલાક ફકરા પોતાની જાણ બહાર ઉમેરી દીધા હતા.

ઇસ્માઇસ મલેક ચાંદખેડા લઇ ગયો હતો ત્યાં પોલીસના એક ઉચ્ચ અધિકારીએ પોતાના બાઇને બળાત્કારના ગુનામાં મદદ કરવાના બદલામાં શરીર સંબંધ બાંધ્યો હોવાનું ઉમેરી દીધું હતું. જી.કે.પ્રજાપતિ અને હરેશ જાદવે  આ ફકરા સોગંદનામાં ઉમેરો કરવા પાછળ પોલીસના ઉચ્ચ અધિકારી પાસેથી આઠ કરોડનો તોડ કરવાનો પ્લાન હોવાનું પિડીત મહિલાએ જણાવ્યું હતું. જી.કે.પ્રજાપતિ અને હરેશ જાદવ એક મહેન્દ્રસિંહ પરમાર ઉર્ફે રાજુ જેમીની આઠ કરોડના તોડ કરવાના પ્લાનમાં સામેલ કર્યો હતો તેઓએ ગાંધીનગરના બે પત્રકાર આશુતોષ પંડયા અને કાર્તિક જાનીની મદદ લીધી હતી. તેઓ સોગંદનામું વોટસએપ ગૃપમાં વાયરલ કરી પોલીસના નિવૃત  અધિકારીને બદનામ કરવાનુ અને આઠ કરોડનો તોડ કરવાનું ષડયંત્ર ઘડયા અંગેનો ગાંધીનગર સેકટર સાતના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી બંને પ્રત્રકાર સહિત પાંચની ધરપકડ કરી તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે. તે અંગે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.