Abtak Media Google News

ક્રાઈમ બ્રાન્ચ પી.આઇ વાય.બી.જાડેજાની ટીમે દરોડો પાડી રોકડ રૂ.૧ લાખ કર્યા કબજે

દૂધની ડેરી પાસે એક પખવાડિયા પૂર્વે ઝડપાયેલા જુગાર ધામ બાદ પોલીસ આવી એક્શન મોડમાં

રાજકોટમાં એક પખવાડિયા પહેલા દૂધની ડેરી પાસે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જુગાર ક્લબ પર દરોડો પાડી જુગાર રમતા આશરે ૨૬ જેટલા શકુઓનીઓની ધરપકડ કરી હતી. અને લાખોની રોકડ કબજે કરી હતી. જ્યારે આ જુગારની ક્લબ પકડાયા બાદ તેના ત્રણ સંચાલકોની હજી પણ પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.અને આ જુગાર ક્લબના પડઘા ઠેટ ઊંડે સુધી પડ્યા હતા.ત્યારે ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવી હોય તેમ ફરી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજીડેમ પાસે માનસરોવર પાર્કમાંથી મહિલા સંચાલિત જુગારધામ પકડી પાડ્યું હતું અને જુગાર રમતી 14 મહિલાઓની ધરપકડ કરી હતી. અને તેમની પાસેથી રૂપિયા એક લાખની રોકડ પણ કબજે કરી છે.

Advertisement

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પી.આઇ વાઈ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે ડી પટેલ અને તેની ટીમે બાતમી આધારે આજી ડેમ ચોકડી નજીક આવેલ માનસરોવર પાર્કમાં મહિલા સંચાલિત જુગારકલબ પર દરોડો પાડી જુગાર રમતા સંચાલિકા રામબાઇબેન ભરતભાઇ રાઠોડ ( રહે- માનસરોવર મે.રોડ, છગન ભરવાડના ઘરની સામે આજીડેમ, રાજકોટ), ખમ્માબા દિગ્વીજયસિંહ રાણા ( રહે. રેલનગર રાધેકિષ્ના પાર્ક મેઇન રોડ, ઓમ મકાન, શ્રી હરી કોમ્પ્લેક્સ પાસે, રાજકોટ) દક્ષાબા કિશોરસિંહ જાડેજા ( રહે- સાધુવાસવાણી કુંજ રોડ, શિવમ પાર્ક શેરી નં. ૩, વિક્કીભાઇ ચૌહાણના મકાનમાં ભાડેથી, રેલનગર, રાજકોટ) કૈલાશબા પ્રદ્યુમનસિંહ ઝાલા ( રહે- ભોમેશ્વર પ્લોટ શેરી નં. ૧૦, ખોડીયાર માંના મંદિર પાસે, જામનગર રોડ, રાજકોટ), ભાનુબેન દિનેશભાઇ પીઠડીયા ( રહે- મારૂતિનગર શેરી નં ૩, કુવાડવા રોડ, ડી-માર્ટ પાસે, રાજકોટ), મનીષાબેન યોગેશભાઇ ચુડાસમા ( રહે- કેવડાવાડી શેરી નં. રર, ધોબી ચોક, રાજકોટ) , આરતીબેન શાંતિલાલ રાયચુરા ( રહે- કેવડાવાડી શેરી નં. ૧૦ ના છેડે, ખોડીયાર માના મંદિર પાસે, રાજકોટ) , હંસાબેન મનસુખભાઇ ચોવટીયા ( રહે- હરીધવા મે.રોડ, પટેલ ચોક પાસે, રાજકોટ) સવિતાબેન ઓ મહેશપુરી વેલપુરી ગૌસ્વામી ( રહે- સુખસાગર સોસાયટી શેરી નં. ૧, બોરીચા સમાજ વાડીની સામે, ભગવતીપરા, રાજકૉટ) ભાવનાબેન દિલીપભાઇ બેલડીયા ( રહે- ભોજદે ગામ તા. તાલાલા જી.ગીરસોમનાથ), મીનાબા ધીરૂભા ચુડાસમા (રહે- દરેડ ગામ વાછડા દાદાના મંદિરની બાજુમાં, બાલવી પાન બાજુમાં, તા જી. જામનગર) , હંસાબેન શ્રીપ્રસાદ રાણા ( રહે- સાંઇ પાર્ક, મકાન નં. ૪૭, રેલનગર પાસે, રાજકોટ ), દિપાબેન ભાવેશભાઇ પોપટ (રહે- કેવડાવાડી શેરી નં. ૧૦, ખોડીયારકૃપા મકાન, રાજકોટ) અને ધનુબેન ભુપતભાઇ રાઠોડ ( રહે- કેવડાવાડી શેરી નં. ૧૦, સુંદરી ભવાની મકાન, રાજકોટ)ને ઝડપી લઇ ૧,૦૭,૦૦૦ રોકડા કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.જ્યારે આ જુગાર ક્લબ કોની દેખરેખ હેઠળ અને કોની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા હોવાની તપાસ પણ પોલીસ દ્વારા હાલ કરવામાં આવી છે.જેથી દૂધસાગર રોડ પર મોટી જુગાર ક્લબ પકડાયા બાદ પોલીસ એક્શન મળવા આવી હોય તેમ ફરી એકવાર જુગાર ક્લબ પકડી પાડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.