Abtak Media Google News

શિયાળો શરૂ થતાની સાથે જ લોકો ફીટ રહેવા અનેક નુશખા કરવા લાગ્યા છે. શિયાળામાં થોડી તકલીફ અનુભવીને આખું વર્ષ તાજુમાંજુ રહેવાની ગણતરી લોકોની હોય છે. ત્યારે શિયાળામાં આરોગ્ય માટે ફાયદાકારક લસણથી થતા ફાયદાને કેવી રીતે ભૂલી શકાય.  લસણમાં રહેલા એલિસિન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ અનેક બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. આના ફાયદાઓને જોતા રાજસ્થાન યૂનિવર્સિટી, જોધપુરના ડૉ. કરણ દધીચ જણાવે છે લસણને કઈ રીતે ખાવાથી વધુ ફાયદા મળી શકે છે. તે જણાવે છે એક એવો નુસખો જે ત્રણ હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવે છે. કોથમીર સાથે મિક્સ કરી લસણની ચટણી બનાવીને ખાવી. શેકેલા લસણની કળીને સુતા પહેલા ખાવું ફાયદાકારક છે. તે ઈન્ફર્ટિલિટી રિલેટેડ પ્રોબ્લેમથી બચાવે છે. લસણનો રસ પી શકો છો. આનાથી ઈનડાઈજેશનની પ્રોબ્લેમ દૂર થાય છે. લસણને ડુંગળીની સાથે મિક્સ કરીને ખાઓ. આ સ્કિન અને વાળ બન્ને માટે ફાયદાકારક છે. લસણ અને મધ ખાઈ શકાય છે. આને સાથે ખાવાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે. લસણ ખાવાથી અનેક ફાયદા થાય છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.