Abtak Media Google News

વંથલીની વાડીમાં ચાલતી જુગાર કલબ પર દરોડો: બે મહિલા સહિત આઠની ધરપકડ: કુકસવાડામાં જુગાર રમતા છ પકડાયા

જૂનાગઢ પંથકમાં જાંજરડા, વંથલી, ચોરવાડના કુકસવાડા અને માળિયા હાટીના તાલુકાના બોડી ગામે પોલીસે જુગાર અંગે દરોડા પાડી બે મહિલા સહિત ૨૪ શખ્સોની ધરપકડ કરી છે. જાંજરડા ગામે વલ્લભનગરમાં પાણીના ટાંકા પાસે રહેતા સરમણ મેસુર મેર નામના શખ્સ પોતાના ઘરે આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર સટ્ટો રમાડવાની બાતમીના આધારે હેડ કોન્સ. કે.જે.ડાભી સહિતના સ્ટાફે દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા સરમણ મેસુર મેર, અનિલ લાખા, રાજુ જેતા, સંજય જેતા અને હરેશ અશ્વિન નામના શખ્સોને રૂ.૬૫૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

વંથલીના લીલા કરશનની વાડીની ઓરડીમાં જુગાર રમતા રાજુ ધીરૂ, મોહન કરશન, હિરા બાવનજી, ચેતન કાળા, રમેશ મોહન, ભગવાનજી ગોપાલ, સોનલબેન ગોવિંદ ખાખરીયા અને દેવુભાઈ સામતભાઈ ઓડેદરા નામના શખ્સોને એલસીબીના ઈન્દ્રજીતસિંહ ઝાલા સહિતના સ્ટાફે ધરપકડ કરી રૂ.૨.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ચોરવાડ તાલુકાના કુકસવાડા ગામે જાહેરમાં જુગાર રમતા પ્રદ્યુમનસિંહ લાલુભાઈ રાયજાદા, આમર ઈસ્માઈલ, ઝહિર નુરમામદ, રાકેશ હરજી, યાકુબ સુલેમાન અને જગમાલ ખીમા નામના શખ્સોને રૂ.૧.૨૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. માળિયા હાટીના તાલુકાના બોડી ગામે જાહેરમાં જુગાર રમતા નારણ નથુ, બટુક બાબુ, જયેશ બાબુ, કાલેખા રસુલખા અને ભરત ભાનુશંકર નામના શખ્સોને રૂ.૬૬૫૧૫ની રોકડ સાથે પોલીસે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.