Abtak Media Google News

પુત્ર સાથે ઝઘડા કરતા શખ્સને ટપારતા પિતાને મોત મળ્યું: અદાલતે 304 (પાર્ટ) હેઠળ તકસીરવાન ઠેરવ્યા

રાજકોટ તાલુકાના હોડથલી ગામે પુત્રને ગાળો ભાંડી માર મારનાર શખ્સને ઠપકો આપવા ગયેલા વૃદ્ધ ઉપર  કાર ચડાવી દઇ હત્યા કરી પૂત્રને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાના ગુનામાં અદાલતે 304 પાર્ટ માની તકસીરવાન  ફેરવી આરોપીને પાંચ વર્ષની સજા અને રૂપિયા 25,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટ તાલુકાના હોડથલી ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે કાળુભાઈ પાંચાભાઇ જાદવ નામનો યુવાન પાંચ વર્ષ પૂર્વે પોતાના ગામમાં દિનેશભાઈ નાગજીભાઈની દુકાને હતો ત્યારે આરોપી આશિષ મનસુખભાઈ તોગડીયાએ રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવને ગાળો ભાંડી ઘરે જવાનું કહેતા રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવે ગાળો દેવાની ના પાડી ઘરે જવા નીકળ્યો હતો તે વખતે આરોપી આશિષ તોગડિયાએ રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવને પાછો બોલાવી પથ્થર વડે માર માર્યો હતો આ અંગે રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવે પોતાના પિતા પાંચાભાઇ પુજાભાઈ જાદવને વાત કરતા પિતા પુત્ર આશિષ તોગડીયાને ઠપકો આપવા ગયા હતા ત્યારે આશિષ તોગડિયાએ ઉશ્કેલાઈ જઈ  જીજે 12 સીજે 1233 નંબરની કાર પાંચાભાઇ જાદવ ઉપર ચડાવી દઈ કચડી  નાખી રોડ ઉપર ઢસડતા ગંભીર ઈચ્છા પહોંચત પાંચાભાઇનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.જ્યારે પુત્ર રાજેશ ઉર્ફે કાળુને ઇજા પહોંચાડી નાસી છૂટ્યો હતો. આ અંગે રાજેન્દ્ર ઉર્ફે કાળુ જાદવે આજીડેમ પોલીસ મથકમાં આરોપી આશિષ મનસુખ તોગડીયા વિરુદ્ધ  હત્યા અને એટ્રોસીટી એકટની કલમ  મુજબ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મારામારી હત્યા અને એટ્રોસીટી એકટના ગુનામાં આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસ સેશન્સ અદાલતમાં ચાલવા ઉપર આવતા કોર્ટે સરકાર પક્ષે રોકાયેલા સરકારી એડવોકેટ બિનલબેન રવેશીયા એવી દલીલ કરી હતી. કે સરકાર પક્ષે સાહેદોને તપાસવામાં આવ્યા છે.

ફરિયાદી કોર્ટમાં ફરિયાદ મુજબની જુબાની આપે છે. આરોપીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહેલ તે પણ જુબાનીમાં જણાવે છે. ફરિયાદી પોતે ઇજા પામનાર અને નજરે જોનાર સાહેદ છે. ફરિયાદી કોર્ટમાં રૂબરૂ મુદ્દામાલ અને  આરોપીને ઓળખી બતાવે છે.બનાવ સ્થળે એફએસએલ અધિકારીએ કરેલી ચકાસણીમાં કારના બંને સાઈડના કાચ તૂટેલા અને કારની બંને સાઈડમાં માટી ચોંટેલી હતી. તેમજ ડોક્ટરની જુબાની પણ મૃતક વૃદ્ધનું મૃત્યુ ઢસડવાથી થયું હોવાની જુબાની તહોમતનામાને પુરવાર કરે છે. જેવી દલીલોને ગ્રાહ્ય રાખી સેશન્સ જજ પટેલે  ગુનામાં આરોપી આશિષ મનસુખ તોગડીયાને તકસીરવાન ઠેરવી મનુષ્ય સાપરાધ વધના ગુનામાં પાંચ વર્ષની કેદ અને રૂપિયા 25,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ બિનલબેન રવેશીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.