Abtak Media Google News

સામાન્ય નાગરિક તથા મતદાર કોઇપણ પ્રકારની શેહ-શરમ વિના ફરિયાદ નોંધાવી શકશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે 1ર દિવસનો સમયગાળો બાકી રહ્યો છે પ્રથમ તબકકા માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જયારે બીજા તબકકા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ જતાની સાથે રાજયના મુખ્ય ચુંટણી થઇ જતાંની સાથે રાજયના મુખ્ય ચુંટણી અધિકારી દ્વારા ચુંટણીને લગતી યાદો માટે તમામ 33 જિલ્લાઓ માટે અલાયદા ટોલ ફી નંબરની જાહેરાત કરવામાં આવી છે. 11 અંકના આ નંબર પર સામાન્ય નાગરીકો અને મતદારો કોઇપણ પ્રકારની શેહ શરમ રાખ્યા વિના ચુંટણી સંબંધીત કોઇપણ પ્રકારની ફરીયાદ નોંધાવી શકશે.ગુજરાતના લોકો કોઇપણ

પ્રકારના ભય કે લોભ- લાલચ વિના મતદાન કરી શકે તે માટે ચુંટણી પંચ સતત ખેવના કરી રહ્યું છે. મતદાનની ટકાવારી વધારવા માટે પણ સતત જન જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. દરમિયાન ગઇકાલે સાંજે રાજય ચુંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની આગામી ચુઁટણી માટે તમામ 33 જિલ્લાઓ માટે 11 અંકોનો એક ટોલ ફી નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે આગામી પ ડિસેમ્બર સુધી કાર્યરત રાખવામાં આવે તેવી સંભાવના છે આ ટોલ ફી નંબર પર ચુંટણીને લગતી કોઇપણ પ્રકારની ફરિયાદો નોંધાવી શકાશે.ટોલ ફી નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેના પર અલગ અલગ જિલ્લાના મતદારો તથા નાગરીકો ચૂંટણીને લગતી ફરિયાદો નોંધાવી શકશે. જો આચાર સંહિતા ભંગ થતી હોય તો તે અંગે પણ ફરીયાદો નોંધાવી શકાશે.

ટોલ ફ્રી નંબર

કચ્છ જિલ્લો          1800 233 2389

સુરેન્દ્રનગર જિલ્લો     1800 233 1723

રાજકોટ જિલ્લો    1800 233 0322

જામનગર જિલ્લો     1800 233 3681

પોરબંદર જિલ્લો    1800 233 4517

જુનાગઢ જિલ્લો    1800 233 9147

અમરેલી જિલ્લો    1800 233 2892

ભાવનગર જિલ્લો  1800 233 1618

મોરબી જિલ્લો     1800 233 0422

દેવભૂમિ દ્વારકા જિલ્લો 1800 233 3521

ગીર સોમનાથ જિલ્લોે  1800 233 3627

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.