Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન  ધરાવતું ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે, દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે, અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા નો રોડ મેપ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે સ્વાભાવિક પણે વૈશ્વિક મૂડી બજારમાં રૂપિયાનો માભો વધારવો પણ “અનિવાર્ય” બને , વૈશ્વિક સ્તરે અત્યાર સુધી અમેરિકન ડોલર અને  પાઉન્ડ વચ્ચે અસ્તિત્વના જંગ અને મોટા થવાની રેસમાં અનેક વિકસિત દેશો ના અર્થતંત્ર કામે લાગ્યા હતા અને કામે લગાડવામાં આવ્યા તા’ ત્યારે ભારતની સધ્ધર થઈ રહેલી અર્થવ્યવસ્થાને વિશ્વ સમોવડી બનાવવા માટે રૂપિયાનું ચલણ વધારવાની દિશામાં પણ વ્યુહાત્મક રીતે એક પછી એક મક્કમ ડગલા લેવાય રહ્યા છે..

વિશ્વના ઘણા વિકસિત અને વિકાસશીલ દેશો લાંબા સમયથી ડોલરના વિકલ્પની શોધમાં હતા ત્યારે ભારતીય રૂપિયાએ ડોલરના વિકલ્પ ની ઝંખના કરતા દેશો માટે એક આસાની કિરણ જગાવી છે…ફ્રાન્સ.  અમીરાત પછી હવે ઇન્ડોનેશિયા એ પણ રૂપિયાના લગાવનો પાલવ પકડ્યો છે ફ્રાન્સ પછી ઇન્ડોનેશિયા ભારતીય રૂપિયા ના વ્યવહાર માટે તત્પર બન્યું છે ઇન્ડોનેશિયા ભારતીય ચલણમાં વ્યવહાર કરવા રાજી થયું છે અને વૈશ્વિક આર્થિક તજજ્ઞનો માની રહ્યા છે કે યુએઈ અને ઇન્ડોનેશિયા ની રૂપિયા પ્રત્યેની લાગણી ધીરે ધીરે વિશ્વના અનેક દેશોમાં પ્રસરશે એક જમાનામાં ભારત સહિતના દુનિયાના મોટા ભાગ ના દેશો નો અર્થતંત્ર અમેરિકન ડોલર પર જ નિર્ભર રહેતું હતું હવે સમય બદલાયો છે

એક વિદ્વાન તત્વચિંતકે ઘણા વર્ષો પહેલા ભારતના આર્થિક વિકાસનું માપદંડ કેવું હોવું જોઈએ? તેનું સપનું જોયું હતું અને આર્થિક ચર્ચામાં પુછાયેલા સવાલમાં એ અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારતનો રૂપિયો દુનિયાના તમામ ચલણ થી એક દિવસ મજબૂત થશે ..ભારતીય રૂપિયા એ હવે બુલેટ ગતિ પકડી છે ફ્રાન્સ અને યુનાઇટેડ અલગ અમીરાત ના વ્યવહારો રૂપિયામાં થવા લાગ્યા છે. ઇન્ડોનેશિયા પણ તેમાં જોડાશે ભારતનો રૂપિયો ગાડા ના પૈડા જેવડો થવા તરફ મક્કમ દિશામાં પ્રગતિ થઈ રહી છે . ભારતીય રૂપિયાની ગાડાના પૈડાની ઉપમા નું વિશ્લેષણ કરીએ તો ગાડા નું પૈડું એ પ્રગતિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે એટલે વિકાસ માટે ભારતીય રૂપિયાની શક્તિ આવશ્યક બની રહે તેઓ ભાવાર્થ બુદ્ધિજીવીઓ કાઢી રહ્યા છે.

ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે રૂપિયામાં વ્યવહાર ની વાતચીત હકીકત બનશે કારણ કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છે . ડિજિટલ રૂપિયા નું રૂપ આવકાર્ય બન્યું છે ત્યારે દિવસે દિવસે હવે ભારતનો રૂપિયો વધુને વધુ’ માભેદાર’ બનવા તરફ મક્કમ ગતિએ ડગલા માંડી ચૂક્યું છે હવે વૈશ્વિક વિનિમય માટે ભારતને અન્ય કોઈ ચલણ પર નિર્ભર રહેવાની જરૂર નહીં રહે એ દિવસો દૂર નથી કે ભારત વિશ્વની આર્થિક મહાસત્તા બનવાનું ગૌરવ પ્રાપ્ત કરે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.