Abtak Media Google News

ઘી ડેમમાં ચાર ફુટ પાણીની આવક: નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

ખંભાળીયામાં મેઘરાજા મન મુકી વરસતા નથી આ મ્હેણુ મેઘરાજાએ ગઈકાલે જોરદાર વરસાદ સાથે ટાળ્યું હતું. બપોર દોઢથી સવા ત્રણ વાગ્યા સુધીનાં પોણા બે કલાકમાં વરસાદે જમાવટ કરી હતી. દિવસ દરમ્યાન આઠ ઈંચ વરસાદ થયો હતો જયારે ઘી ડેમમાં ચાર ફુટ જેટલા નવા નીરની આવક થઈ છે અને સિંહણ ડેમ ઓવરફલો થયો છે. વરસાદ દરમ્યાન કોઈ જાતની માનવહાની થઈ નથી.

છેલ્લા એક સપ્તાહ દરમ્યાન અહીં અવિરત મેઘાડમ્બર છવાયેલું હોય દરમ્યાન દરરોજ ઓછા વધુ પ્રમાણમાં વરસાદની હાજરી રહેતી હોય છે. દરમ્યાન ગઈકાલે બુધવારે બપોરે દોઢ વાગ્યે એકા એક જ વરસાદે જમાવટ કરતા સવા ત્રણ વાગ્યા સુધીનાં પોણા બે કલાકમાં ૧૫૫ મીમી એટલે કે ૬ ઈંચ વરસાદ વરસ્યો હતો. જે સાંજે આઠ વાગ્યા સુધી ધીમી ગતિથી વરસાદ અવિરત રહેતા સાંજે ૭ વાગ્યા સુધી ૧૮૨ મીમી નોંધાયો હતો જે બાદ રાત્રે ૯ વાગ્યાનાં અરસામાં વરસાદે વિરામ લીધો હતો ત્યાં સુધી વરસાદે ૮ ઈંચનો આંક પાર કર્યો હતો.

આ સાથે આ પંથક માટે આશાસ્પદ મનાતા ઘી ડેમમાં ચાર ફુટ ઉપર જલરાશી ઉમટી હતી. ઘી ડેમ ઉપરનો કોલવા ડેમ છલકાવા સાથે ઘી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ હતી. હાલ પણ આ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે ખંભાળીયાથી જામનગર, ભાણવડ, પોરબંદર માર્ગો તરફ આવેલા ગામડાઓમાં પણ ૧ થી ૬ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે સિંદણ ડેમ અવિરત ઓવરફલો થઈ રહ્યો છે. મોસમનો કુલ વરસાદ ૪૦ ઈંચનાં આંકડાને વટાવી રહ્યો છે. અત્યાર સુધીમાં થયેલ વરસાદ મોટાભાગે ધીંગી કે ધીમી ધરા સાથે વરસ્યો હોય જેથી લોકામાં એ મ્હેણુ હતું કે, મેઘરાજા મન મુકીને વરસતા નથી આ મ્હેણુ મેઘરાજાએ ગઈકાલ બુધવાર તથા આગલા શનિવારનાં જાજરમાન વરસાદથી ટાળી દઈ જીવંત દ્રષ્ટાંતમાં ઘી ડેમમાં પાણી ઠલવાય રહ્યું છે.

આ વરસાદ દરમ્યાન ખંભાળીયાથી બારા ગામ જતી સ્કુલ બસ પણ વચ્ચેનાં પાણીમાં અટવાઈ હતી જેને ટીમ દ્વારા બચાવી લેવામાં આવી હતી. પુષ્કળ પ્રમાણમાં નહીં દબાણનાં કારણે અત્રેની બીજા નંબરની તેલી નદી થોડા વરસાદ સાથે ઓવરફલો થતી હોય જે ગઈકાલે મહાપ્રભુજી બેઠક આગળની સાંકળી ગોલાઈમાં ઓવરફલો થવાથી નહીંતર પાણી તથા બાજુનાં માર્ગ ઉપર રેલાતા પાણીથી આ માર્ગ એકાદ કલાક સદંતર બંધ રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.