Abtak Media Google News

લુધિયાનાની ર૬ વર્ષીય યુવતિને ડ્રગ્સની લતમાં સંડોવી બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ થતા પંજાબના ડીએસપી દલજીતસિંઘ સસ્પેન્ડ

‘ઉડતા પંજાબ’માં ડ્રગ્સ રેકેટ હદ કરી નાખી છે રક્ષક જ ભક્ષક બન્યા હોય તેમ ડ્રગ્સ રેકેટમાં ડીએસપી કક્ષાના અધિકારીઓ પણ સડોવાયેલા  છે. ગુરુવારના રોજ પંજાબ પોલીસે એક ડીએસપીને સસ્પેન્ડ કરી નાખ્યા છે. કારણ કે તેણે લુધીયાનાની એક ર૬ વર્ષીય યુવતિને ડ્રગ્સ રેકેટમાં લાવી તેના પર રેપ કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે.

આ ઘટનાને ખુલાસો પીડીત યુવતિએ કરતા ડીએસપીને સસ્પેન્ડ કરી દેવાયો છે. અને પંજાબના મુખ્યમંત્રી અમચ્દિર સિંહે ડીજીપી સુરેશ અરોરાને યોગ્ય તપાસ કરાવવા આદેશ આપ્યા છે. અને જો ડીએસપી દોષી જણાય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું સીએમ અમરિંદર સિંહે જણાવ્યું છેે.

જણાવી દઇએ કે આ ડીએસપી ફીરોઝપુરમાં સેવા પર હતા જેનું નામ દલજીત સિંઘ ઢીલોન છે જેના પર લુધીયાનાની યુવતિએ બળાત્કારનો આરોપ મુકી ન્યાયની માંગ કરી છે. પીડીત યુવતિના જણાવ્યા અનુસાર તેણી ડીએસપી દલજીતસિંઘને વર્ષ ૨૦૧૩માં તેના નિવાસસ્થાને મળી હતી અને દલજીતસિંઘે તેણીને ડ્રગ્સ રેકેટમાં લાવી હતી. દરોડા દરમિયાન મળેલો ડ્રગ્સનો જથ્થો દલજીતસિંહ તે યુવતિને આપતા અને તે જથ્થો અપરણીત યુવતિઓને આપવાનું કહેતા.

પિડીત યુવતિએ જણાવ્યું કે, ડ્રગ્સને મામલે તેણી ફરી દલજીતસિંઘના ઘરે ગઇ હતી. અને ત્યાં દલજીતસિંઘે તેણીને ડ્રગ્સ આપી બળાત્કાર ગુજાર્યો હતો. તેણી ડ્રગ્સ રેકેટની હીરોઇન બની ગઇ હતી. પરંતુ હાલ તેણીએ ડ્રગ્સ લેવાનું છોડી દીધું છે. અને ડ્રગ્સ ફી જીવન જીવી રહી છે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.