Abtak Media Google News

આ પ્રાણીની વિચિત્રતાએ છે કે પાછળની બાજુના અને આગળના પગની વચ્ચે આવેલ મોટી પટલની મદદથી એક વૃક્ષથી બીજા વૃક્ષ સુધી પ્લેનની જેમ ઉડાન કરે છે: વિશ્ર્વમાં 300 થી વધુ પ્રજાતિઓ ખિસકોલીની જોવા મળે છે

આ પૃથ્વી પર ચિત્ર – વિચિત્ર પ્રાણીઓ જંગલોમાં જોવા મળે છે. કેટલાય અસામાન્ય પ્રાણીઓ છે જે પાંખ વિના કુશળતાપૂર્વક હવામાં ઉડી શકે છે. આવું જ એક નાનકડું પ્રાણી ખિસકોલી છે. જમીન ઉપર રહેનારી ખિસકોલી સાથે વિશ્ર્વમાં અનેક પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ઉડતી ખિસકોલીને જોવી એક લ્હાવો છે. તેની વિવિધ પ્રજાતિમાં સરળ ઉડતી ખિસકોલી, ઉનપાંખો, ટેનોનેલ્સ અને મર્સુપિયલ ઉડતી ખિસકોલી છે.

આના પૂર્વજો વંશાલી 1પ0 મિલિયન વર્ષો પહેલા શરુ થઇ હતી. તથ્યોની પુષ્ટિ 160 કરોડ વર્ષો જુની છે. ચાયનામાં જોવા મળતી હતી. પ્રાચિન ખિસકોલી એક વૃક્ષના ટોચથી બીજા વૃક્ષના થડે ચોટતી જોવા મળતી હતી. ઉડે ત્યારે ગ્લાઇડર જેવો આકાર થઇ જતા તેને ‘ગ્લાઇડર’ પણ કહેવાય છે. તેની વિશિષ્ટતામાં પાછળના ભાગ અને આગળના પગ વચ્ચે મોટો પટલ હોય છે. જે તેને ઉડવામાં મદદરુપ થાય છે. તેનું કદ ર0 થી રર સે.મી. લાંબી પૂંછડી સાથે પણ વધતું નથી. માદા કરતા નર જાડો અને મજબુત હોય છે. તેના તીક્ષ્ણ પંજા ઝાડની ડાળી થડ સાથે ચિપકી જવા મદદરુપ થાય છે.

નાનું માથુ ગોળ, કાળી આંખો, તીક્ષ્ણ પંજા, નરમ રૂવાટી – રેશમ જેવું નરમ શરીર હોય છે. તે સિઝન આધારે રંગ બદલે છે. શિયાળામાં સફેદ ગ્રે શેડ, ઉનાળામાં થોડો લાલ રંગ સાથે શિકારીથી બચવા માસ્કનુ આવરણ સાથે અદ્રશ્ય પણ બની શકે છે. પૃથ્વી પ્રકૃતિમાં ઉડતી ખિસકોલી સમગ્ર દુનિયામાં જોવા મળે છે, ખાસ તો રશિયા, અમેરીકા, યુરોપ જેવા ખંડમાં, મોંગોલીયા, ચિન, કોરીયા, વિગેરે દેશોમાં અને સખાલીન પર, કુરિલ આઇલેન્ડ જાપાનમાાં જોવા મળે છે. એકલા રશિયામાં તેની 10 પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં કદ આકારોમાં થોડો તફાવત જોવા મળે છે.

ઉડતી ખિસકોલીની ઘણી પ્રજાતિઓ રેડ બુક સુચિમાં છે એટલે કે તેના શિકારનો પ્રતિબંધ છે, છતાં તેના સોનેરી વાળ ખાલ માટે સરળ શિકાર હોવાથી આજે પણ થઇ રહ્યો છે. પ્રાણીઓનો આહાર તેના કુદરતી નિવાસ સ્થાનની જગ્યા પર સિધો આધાર રાખે છે તેથી આ ખિસકોલી વૃક્ષની કળી, ફળ, બીજ સાથે રસ ઝરતાં ફળો, મશરૂમ, બદામ વિગેરે ખોરાકમાં લે છે. ઘણી વાર પક્ષીના ઇંડા અને નાના બચ્ચાને ચોરી શકે છે.

તેમના રહેઠાણમાં જંગલો, મનુષ્ય વસાહતની નજીકના ખેતરો, વૃક્ષો કે મકાનોની છતના બખોલમાં રહે છે. તે હવામાં ઉડવા માટે વૃક્ષની ટોચે ચડીને બીજા વૃક્ષ ઉપર ઉડતી છલાંગ લગાવે છે. એક નાનકડી બખોલમાં નર-માદા રહે છે. નેચર વાતાવરણમાં 6 થી 7 વર્ષ અને પાંજરામાં 1ર વર્ષ જીવે છે. તેઓ શિયાળા માટે પોતાના રહેઠાણોમાં ખોરાકનો સંગ્રહ કરી રાખે છે. મોટા ઉડતા પક્ષીઓ ગરૂડ, ગીધ, સમડી જેવાનો તે મન પસંદ શિકાર છે. જો કે ખિસકોલીની ભાગવાની વધુ ઝડપ હોવાથી ઘણવાર શિકાર ફેલ જાય છે.

ખિસકોલી બાળકોને ખુબ જ પસઁદ પડે છે. ઘણા લોકો નાના બચ્ચાથી તેમને પાળે છે તે માણસ સાથે હળી મળી જાય તેવું નાનકડુ પ્રાણી છે. તે દેખાવે કપુટ હોય છે, દુનિયાના સૌથી બુઘ્ધીશાળી દશ જીવો પૈકી એક છે. વિશ્ર્વમાં 300 પ્રકારની ખિસકોલી જોવા મળે છે. તેના પગ ખુબ લાંબા હોવાથી પેરાશુટને વધુ ફેલાવીને ઉડી શકે છે. લુપ્ત થતી આ પ્રજાતિને બચાવથી જરુરી છે. તે ભારત, ચિન, શ્રીલંકા, ઇન્ડોનેશીયા, મ્યાનમાર, થાઇલેન્ડ, તાઇવાન વિયેટનામ વિગેરે દેશોમાં જોવા મળે છે. ગુજરાતમાં આવેલા રતન મહાલ રીંછ અભ્યાણ કેવડી અભ્યારણ તથા તેની આસપાસના જંગલોમાં જોવા મળે છે.

એક ઝાડ પરથી બીજા ઝાડે ર0 થી 30 ફુટનો કુદકો મારે છે. ઓસ્ટ્રેલીયામાં વિશેષ જોવા મળતી આ ખિસકોલીની જોડીની કિંમત અંદાજે ત્રણ લાખ રૂપિયા જેટલી હોય છે. ગુજરાતના વાંસદા નેશનલ પાર્કમાં ઉડતી ખિસકોલી જેવા ઘણા દુર્લભ અને લુપ્ત જાતીના જીવો જોવા મળે છે. આ ટાઇપની ખિસકોલી વૈશ્ર્વિક સ્તરે ગ્લાઇડર તરીકે જાણીતી છે.

ભારતમાંં સૌથી મોટી ખિસકોલી 1 મીટરની !

આફ્રિકામાં 13 સે.મી.ની નાની પેગ્મી ખિસકોલી જોવા મળે છે. આજે વિશ્ર્વમાં ર00 થી વધુ પ્રજાતિની ખિસકોલી  જોવા મળે છે. તેના દાંત સતત વધતાં હોવાથી તેને આજીવન મુશ્કેલી પડે છે. આપણા ભારતમાં સૌથી મોટી 1 મીટરની ખિસકોલી પણ જોવા મળે છે. ભય લાગે ત્યારે તે તરત જ એકબીજાને સીટી મારીને સાવધાન કરી દે છે.

ખોરાક ન મળે ત્યારે તે વધુ સામાજીક બને

ખિસકોલી નિશાચર છે અને સુકા અને લીલા જંગલોમાં જોવા મળે છે. ખેતર કે વૃક્ષોની ડાળીઓ કે તેની બખોલમાં તેનું નિવાસ હોય છે તે 400 થી 1000  મીટરની ઉંચાઇ પર જોવા મળે છે. ખિસકોલીને ખોરાક ન મળે ત્યારે તે વધુ સામાજીક બની જાય છે. તેનો અવાજ એક પ્રકારના ગરૂડ અને ઘુવડ જેવો હોય છે. માદા એક બચ્ચાને જન્મ આપે છ અને તેની આ અવસ્થા બીજા સસ્તન પ્રાણીઓ કરતાં લાંબી ચાલે છે. ઉડતી ખિસકોલીનું આયુષ્ય 1પ થી 17 વર્ષનું હોય છે. તેના પૂર્વજો વંશાવલી 1પ0 મિલિયન વર્ષો પહેલા શરુ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.