Abtak Media Google News

વસ્તુ ભાડે મળે એવું  તો તમને ખબર છે પણ  શું તમે જાણો છો કે તમે જાપાનમાં  ગર્લફ્રેન્ડને ભાડે રાખી   શકો છો અને તે પણ કાયદેસર રીતે. ભારતીય યુટ્યુબર વિષ્ણુએ જાપાનમાં ગર્લફ્રેન્ડને કાયદેસર રીતે ભાડે લીધી હતી .જો તમે જાપાની ગર્લફ્રેન્ડને ભાડે રાખો છો તો જાપાનની રેન્ટ-અ-ગર્લફ્રેન્ડ સંસ્કૃતિ વિશે તમારે જાણવું જરૂરી છે.

110

જાપાની સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત જરૂરિયાત મુજબ જાપાનીઝ વેબસાઇટ પર સાથી ઉપલબ્ધ છે. આ સંસ્કૃતિ ત્યારે આવી જ્યારે જાપાનમાં ઘણા લોકોએ એકલતાનો સામનો કરવાનું શરૂ કર્યું. તમે ત્યાં મિત્રો, ભાગીદારો અને પરિવારના સભ્યોને ભાડે રાખી શકો છો. તમે બે કલાક માટે 6000 યેન પ્રતિ કલાકના દરે ગર્લફ્રેન્ડને ભાડે લઈ શકો છો.

આપણા ભારતમાં આપણે કુટુંબ સાથે રહીએ છીએ એટલે આપણે એકલતાનો સામનો નથી કરવો પડતો. જયારે જાપાનમાં કુટુંબ સાથે ઓછા લોકો રહેતા હોય છે .જાપાનમાં માત્ર ગર્લફ્રેન્ડ જ નહિ પરંતુ મિત્રો પણ ભાડે મળે છે . માણસ એકલો પડે ત્યારે તેને કોઈના સાથની જરૂર  પડે છે.

ઓનલાઈન મેગેઝીને શિહો નામની એક ભાડાની ગર્લફ્રેન્ડનું તારણ  શેર કર્યું હતું કે “ઘણા પુરૂષો કે જેઓ ભાડાની ગર્લફ્રેન્ડની શોધ કરે છે આ એવા પુરુષો છે જેમની ક્યારેય કોઈ ગર્લફ્રેન્ડ નથી અથવા તો પહેલા કોઈ છોકરી સાથે બહાર ગયા નથી .  જેઓ વાસ્તવિક જીવનસાથી મેળવવા માટે ખૂબ વ્યસ્ત છે.

ગર્લફ્રેંડને ભાડે રાખવા માટેના  નિયમો :

શિહો જે કંપની સાથે કામ કરે છે તેના કેટલાક કડક નિયમો છે જેથી પછીથી કોઈ સમસ્યા ન આવે.

ગ્રાહકો ભાડે આપેલી ગર્લફ્રેન્ડનો સીધો સંપર્ક કરી શકતા નથી.

ટીપ અને મોંઘી ભેટો સ્વીકારવા પર પ્રતિબંધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.